ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:30 AM, 17 October 2025
ADVERTISEMENT
અમદાવાદના પ્રેરણાપીઠ-પીરાણામાં શ્રી નિષ્કલંકીનારાયણ મંદિર આવેલુ છે. જ્યાં કળિયુગમાં પ્રગટ થનાર વિષ્ણુ ભગવાનના દશમા અવતાર નિષ્કલંકી નારાયણની પૂજા, ઉપાસના અને સ્મરણ કરવામાં આવે છે. ધર્મશાસ્ત્રો મુજબ દરેક યુગમાં વિષ્ણુ ભગવાન નવો અવતાર ધારણ કરી ધરતી માતાને પાપચારીઓથી મુક્ત કરે છે. પ્રવર્તમાન કળીયુગમાં ભગવાન વિષ્ણુનો અંતિમ દસમો અવતાર થવાનો છે.
ADVERTISEMENT
અમદાવાદમાં પ્રેરણાપીઠ-પીરાણામાં શ્રી નિષ્કલંકિ નારાયણ મંદિર આવેલુ છે. દસકોઈ તાલુકામાં 50 વિધામાં જમીન પર આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. અહિં વિષ્ણુ ભગવાનના આદિમાં થઈ ગયેલા નવ અવતારો મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, અને બુદ્ધ ભગવાનના દર્શન થાય છે, અને કળિયુગમાં પ્રગટ થનાર શ્રી વિષ્ણુ ભગવાનના દશમા અવતાર નિષ્કલંકી કલ્કિ નારાયણ બિરાજમાન છે. ધર્મશાસ્ત્રો મુજબ દરેક યુગમાં શ્રી વિષ્ણુ ભગવાન નવો અવતાર ધારણ કરી ધરતી માતાને પાપચારીઓથી મુક્ત કરવા આવે છે. પ્રવર્તમાન કળીયુગમાં પણ ભગવાન વિષ્ણુનો અંતિમ દસમો અવતાર થવાનો છે. જે નિષ્કલંકી નારાયણ કલ્કી નારાયણ સ્વરૂપે થશે. એવી સંપૂર્ણ શ્રધ્ધા સાથે સનાતન સતપંથ સંપ્રદાયના અનુયાયીઓ ભક્તિ કરે છે.
મંદિરમાં 600 વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલિત
મંદિરમાં 600 વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે જે હાલમાં પણ મંદિરમાં દર્શનીય છે. સદગુરુ શ્રી હંસતેજજી મહારાજ સમગ્ર ભારત વર્ષમાં વૈદિક ધર્મનો પ્રચાર કરતા કરતા છેલ્લે ગીરમઠા ગામે આવી પ્રેરણા પીઠની સ્થાપના કરી હતી. તે સ્થાનને કુમારીકા ક્ષેત્ર કહેવામાં આવે છે અને તે જ સ્થાને સદગુરુ શ્રી હંસતેજજી મહારાજ તેમના અંતિમ સમયે શિષ્યોની ઉપસ્થિતિમાં પરમતત્વમાં વિલિન થઇ સ્વધામે ગયા, તે જગ્યાને સમાધિ મંદિર કહે છે. સદગુરુજીએ તેમના અંતિમ સમયે પોતાના શિષ્યોને બોલાવી સત્યધર્મનું જ્ઞાન સમજાવ્યું હતું અને પોતે પરમ તત્વમાં વિલિન થઇ જવાની વાત કરી હતી. અને કોરા કોડિયામાં દિવેટ મુકાવી તેમના યોગબળે સ્વયં જયોતિને પ્રગટ કરી હતી. સદગુરુ શ્રી હંસતેજજી મહારાજે પહેલેથી જ તેમનું સમાધિ સ્થળ તૈયાર કરાવેલું, તેના ઘુમ્મટ ઉપર સોનાનો કળશ સ્થાપિત કરેલો જે આજે પણ દ્રશ્યમાન છે. તેઓ જ્યાં બેસી સમાધિ સ્થળનું નિર્માણ કરાવતા હતા, તે નગીના ગોમતી સ્થળ સમાધિની સામે છે. સમાધિ સ્થળ અને નગીના ગોમતી વચ્ચે ચંદનવીર મહારાજની સમાધિ છે. ચંદનવીરની સમાધિ નજીક જ્યાં સદગુરુ કાયમ તપશ્ચર્યા કરતાં તે જગ્યાએ જે લાદી છે તે લાદીને ઠંડીલાદી કહે છે. જે આજે પણ ગરમીની ઋતુમાં ઠંડી રહે છે.
ADVERTISEMENT
સદગુરુ શ્રી હંસતેજજી મહારાજ જ્યાં આરામ કરતા હતા તેના પ્રતિક સમો ઢોલિયો જ્યાં છે તેને ઢોલિયા મંદિર કહેવામાં આવે છે. તેમના ઢોલિયા પાસે સોનાનું કડું અને ઈંટ છે. ઢોલિયા પાસે કલ્પ વૃક્ષના ઝાડનું ચિત્ર છે જેમાં તેમના ઉપદેશનાં શ્રેષ્ઠ કથન ટૂંકાણમાં કંડારેલાં છે. બાજુમાં જ શ્રી નિષ્કલંકી ભગવાનનું વાહન શ્વેત ઘોડો અને તેનું આયુધ તલવાર છે. હાલ તે તલવાર તેમના સિંહાસન ઉપર મુકવામાં આવી છે. ઢોલિયા મંદિરના મધ્ય ભાગમાં ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણનું સિંહાસન, બ્રહ્મા, વિષ્ણુ, મહેશનાં પ્રતિક ચિત્રો સાથે આરસનું ગર્ભગૃહ છે. તેમની બાજુમાં આદ્ય શક્તિની અખંડ જયોતિ છે. આ મંદિરમાં સવાર-સાંજ નિયમિત સંધ્યા આરતી તથા મહાપૂજા વારિયજ્ઞ થાય છે. સનાતન સતપંથ પ્રેરણા પીઠ એ એક વિશાળ ધર્મ સંકુલ હોઈ ત્યાં અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે જેમાં અન્ન ક્ષેત્ર ચાલવામાં આવે છે. સનાતન સતપંથ પ્રેરણાપીઠ ખાતે દર્શનાર્થે આવતાં યાત્રાળુઓ માટે મફત અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. જ્યાં દરરોજ હજારો ભાવિકો પ્રસાદનો લ્હાવો લે છે.. સદગુરુશ્રીની પ્રેરણાથી તૈયાર કરેલું ભોજન અક્ષયપાત્રની જેમ કયારેય ખૂટતું નથી અને રસોડાનો ભંડાર કાયમી અખૂટ રહે છે. દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે વિશાળ નિવાસ વ્યવસ્થા છે. તેમાં મુખ્યત્વે શિવભુવન, વિષ્ણુભુવન, નારાયણભુવન, નિષ્કલંકીભુવન, રામજીભુવન, કાનજીભુવન વગેરે છે.
ઉત્સવોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે
આ વિશાળ મંદિરમાં શ્રી નિષ્કલંકીમહાદેવ અને શ્રી નિષ્કલંકી હનુમાનજીનું પણ મંદિર આવેલું છે. અહીં આવતા ભક્તો એક સાથે અનેક ભગવાનના દર્શન કરે છે. મંદિરમાં સવાર-સાંજ આરતી, વારીયજ્ઞ અને સદગુરુ શ્રી હંસતેજજી મહારાજના સમાધિ સ્થળે તથા ઢોલિયા મંદિરે નિયમિત ધૂપ,દીપ અને પૂજન થાય છે. વહેલી સવારે અને મોડી સાંજે ઢોલિયા મંદિરમાં વારિયજ્ઞ કુંભ-કળશ મહાપૂજા કરવામાં આવે છે. કુંભ કળશ વારિયજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદ્ય શક્તિ, આદ્ય નારાયણ સાથે સર્વ દેવોનું પવિત્ર મંત્રોચ્ચારથી આહવાન કરવામાં આવે છે. અને તેમને નમસ્કાર કરી મન વાંચ્છિત કામનાઓ પૂર્ણ કરવા તથા દેશ અને દુનિયામાં સુખ શાંતિ અને સંસ્કૃતિના જતન માટે દેવોને પ્રાર્થના કરવામાં આવે છે. ભગવાનના નવ અવતારોને વંદન અને દસમા અવતાર શ્રી નિષ્કલંકી ભગવાનનું પૂજન અર્ચન કરવામાં આવે છે. વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો તેમજ ઉત્સવો માટે અદ્યતન વિશાળ નિષ્કલંકી નારાયણ સત્સંગ ભવન તથા આદ્યશક્તિ અન્નપૂર્ણા ભવનનું નિર્માણ કરવામાં આવેલું છે. જેમાં સમયે સમયે ધાર્મિક કાર્યક્રમો, બાળ સુસંસ્કાર, શિક્ષણ શિબિરો, યુવા શિક્ષણ શિબિરો તથા ધ્યાન યોગ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસમાં અનુષ્ઠાનો, આધ્યાત્મિક સત્સંગ, કૃષ્ણ જન્મોત્સવ, ગણેશોત્સવ, નવરાત્રી ઉત્સવ, દિવાળી, શિવરાત્રી, રામનવમી, હોલીકાત્સવ, અખાત્રીજ વગેરે ઉત્સવોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. શ્રી દશાવતાર કથા, ગોપીગીત કથા, ગુરુજન ગીતા કથા વગેરે કથાઓનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ થશે લક્ષ્મીનો વરસાદ, જો ધનતેરસથી દિવાળી સુધી અપનાવશો આ 6 ઉપાય
મૂર્તિના દર્શન કરી ભક્તો ધન્ય થાય છે
ADVERTISEMENT
સમગ્ર ગુજરાતમાંથી ભક્તો આ મંદિરે દર્શન કરવા આવે છે અહીં આવતા ભક્તોને ભગવાનનાં એક સાથે અનેક સ્વરૂપના દર્શન થાય છે. મંદિરમાં મત્સ્ય અવતાર, પૂર્વ અવતાર, વારા આવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, શ્રી રામ અવતાર, શ્રીકૃષ્ણ અવતાર, શ્રી બુદ્ધ અવતાર અને શ્રી નિષ્કલંક નારાયણ ભગવાનનો દસમો અવતાર થવાનો છે તેની મૂર્તિના દર્શન કરી ભક્તો ધન્ય થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો