બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / નવરાત્રિનો આજે બીજો દિવસ: જાણો મુહૂર્તથી લઇને બ્રહ્મચારિણીની પૂજા વિધિ, મંત્ર સહિતની વિધિ

Navratri 2025 / નવરાત્રિનો આજે બીજો દિવસ: જાણો મુહૂર્તથી લઇને બ્રહ્મચારિણીની પૂજા વિધિ, મંત્ર સહિતની વિધિ

Published By: Vidhata Gothi

Last Updated: 10:05 AM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri 2nd Day Maa Brahmacharini: નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્મચારિણી માતાની વિધિવત રીતે પૂજા કરવાથી મનની એકાગ્રતા વધે છે અને કામોમાં સફળતા મળે છે.

Navratri 2025 Day 2 - Maa Brahmacharini: આજે 23 સપ્ટેમ્બર, મંગળવારના રોજ શારદીય નવરાત્રિનો બીજો દિવસ છે. નવરાત્રિના બીજા દિવસે દુર્ગા માતાના બીજા સ્વરૂપ બ્રહ્મચારિણી માતાની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિણી માતાને જ્ઞાન અને તપસ્યાની દેવી કહેવામાં આવે છે. મા બ્રહ્મચારિણી સફેદ સાડી પહેરે છે અને તેમના જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડલ છે. એવું માનવામાં આવે છે કે મા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી તમામ બીમારીઓથી મુક્તિ મળે છે. માના આ સ્વરૂપની પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આળસ, અહંકાર, લોભ, અસત્ય, સ્વાર્થ અને ઇર્ષ્યા જેવા દુર્ગુણોથી છુટકારો મળે છે. જાણો મા બ્રહ્મચારિણીની પૂજા-વિધિ, શુભ મુહુર્ત, પ્રસાદ, મંત્રો, ફૂલો અને શુભ રંગો વિશે વિગતવાર.

Brahmacharini

Day 2 - Maa Brahmacharini - મા બ્રહ્મચારિણીની પૂજા-વિધિ

સૌથી પહેલા સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી લો. પૂજા સ્થળ પર ગંગા જળ છાંટીને સ્થળને શુદ્ધ કરો. હવે, ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. મા દુર્ગાને અક્ષત, સિંદૂર અને લાલ ફૂલો અર્પણ કરો. હવે, માતાજીને પ્રસાદ ધરાવો. ધૂપ અને દીવો પ્રગટાવો અને દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને પછી માતાજીની આરતી કરો.

Navratri 2025 Day 2 - મા બ્રહ્મચારિણી પૂજા મુહૂર્ત:

  • બ્રહ્મ મુહૂર્ત - સવારે 4:35 વાગ્યાથી 5:22 વાગ્યા સુધી.
  • અભિજિત મુહૂર્ત - 11:49 વાગ્યાથી 12:37 વાગ્યા સુધી.
  • વિજય મુહૂર્ત - 2:14 વાગ્યાથી 3:03 વાગ્યા સુધી.
  • ગોધુલી મુહૂર્ત - સાંજે 6:16 વાગ્યાથી 6:40 વાગ્યા સુધી.
  • અમૃત કાળ - 7:06 વાગ્યાથી 8:51 વાગ્યા સુધી.
vtv app promotion

મા બ્રહ્મચારિણી બીજ મંત્ર - નવરાત્રિનો બીજો દિવસ મા બ્રહ્મચારિણીને સમર્પિત છે, ત્યારે માતાજીને પ્રસન્ન કરવા માટે તેમના બીજ મંત્રનો ઓછામાં ઓછા 108 વાર જાપ કરવો જોઈએ. બીજ મંત્રી - હ્રીં શ્રી અંબિકાયે નમઃ

સાધના મંત્ર - ૐ એં હ્રીં ક્લીમ બ્રહ્મચારિણ્યૈ નમઃ

બ્રહ્મચારિણી માને પ્રસાદ - નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીને બરફી, ખાંડ, ખીર અને પંચામૃત અર્પણ કરી શકો છો.

માતા બ્રહ્મચારિણીનો શુભ રંગ અને ફૂલો - માતા બ્રહ્મચારિણીને સફેદ રંગ ખૂબ પ્રિય છે. માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે આ દિવસે સફેદ ફૂલો ચઢાવવા જોઈએ.

આ પણ વાંચો: મા દુર્ગાને અતિ પ્રિય છે આ રાશિવાળા, પાર પાડે છે ધાર્યા કામ, જોઈ લેજો ક્યાંક તમે તો...!

મા બ્રહ્મચારિણીની આરતી

जय अंबे ब्रह्माचारिणी माता।
जय चतुरानन प्रिय सुख दाता।
ब्रह्मा जी के मन भाती हो।
ज्ञान सभी को सिखलाती हो।
ब्रह्मा मंत्र है जाप तुम्हारा।
जिसको जपे सकल संसारा।
जय गायत्री वेद की माता।
जो मन निस दिन तुम्हें ध्याता।
कमी कोई रहने न पाए।
कोई भी दुख सहने न पाए।
उसकी विरति रहे ठिकाने।
जो तेरी महिमा को जाने।
रुद्राक्ष की माला ले कर।
जपे जो मंत्र श्रद्धा दे कर।
आलस छोड़ करे गुणगाना।
मां तुम उसको सुख पहुंचाना।
ब्रह्माचारिणी तेरो नाम।
पूर्ण करो सब मेरे काम।
भक्त तेरे चरणों का पुजारी।
रखना लाज मेरी महतारी।

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri 2nd Day Maa Brahmacharini Navratri 2025

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ