ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મા દુર્ગાને અતિ પ્રિય છે આ રાશિવાળા, પાર પાડે છે ધાર્યા કામ, જોઈ લેજો ક્યાંક તમે તો...!

photo-story

7 ફોટો ગેલેરી

Navratri 2025 / મા દુર્ગાને અતિ પ્રિય છે આ રાશિવાળા, પાર પાડે છે ધાર્યા કામ, જોઈ લેજો ક્યાંક તમે તો...!

Last Updated: 08:14 AM, 23 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Navratri 2025: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, મા દુર્ગાને 5 રાશિ સૌથી પ્રિય છે અને નવરાત્રિ દરમિયાન, માતા દુર્ગા આ રાશિઓ પર વિશેષ આશીર્વાદ વરસાવે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.

1/7

photoStories-logo

1. દેવી દુર્ગાની સૌથી પ્રિય રાશિઓ

શારદીય નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. આ વખતની નવરાત્રિ 9ને બદલે 10 દિવસની છે, જેના લીધે આ વર્ષે આ તહેવાર ભક્તો માટે ખૂબ જ ખાસ રહેશે. નવરાત્રિ ખતમ થયા પછી દસમી તિથિએ વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન, ભક્તો દેવી દુર્ગાની પૂજા કરે છે અને ઉપવાસ કરે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, દેવી દુર્ગાના આશીર્વાદ કેટલીક ચોક્કસ રાશિઓ પર હંમેશા રહે છે. એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગા આ રાશિના જાતકોના જીવનમાં સંકટ આવતા પહેલા જ તેમની રક્ષા કરે છે અને તેમને સફળતાનો રસ્તો બતાવે છે. ચાલો જાણીએ દેવી દુર્ગાની સૌથી વધુ પ્રિય રાશિઓ વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વૃષભ રાશિ

ધાર્મિક માન્યતા અનુસાર, માતા શૈલપુત્રી અને મહાગૌરીનું વાહન વૃષભ છે. તેથી, વૃષભ રાશિ દેવી દુર્ગાની પ્રિય રાશિઓમાંની એક માનવામાં આવે છે. આ રાશિના જાતકોમાં જન્મજાત નેતૃત્વના ગુણો હોય છે અને તેઓ સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ ક્યારેય પાછળ હટતા નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વૃષભ રાશિના જાતકો આત્મવિશ્વાસથી ભરેલા હોય છે અને જીવનમાં મહાન ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે. આ રાશિના જાતકો પર દુર્ગા માતાની વિશેષ કૃપા રહે છે. તેમની ખાસિયત એ હોય છે કે તેઓ ક્યારેય પડકારોથી ડરતા નથી પરંતુ બહાદુરીથી તેમનો સામનો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કર્ક રાશિ

કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે અને દુર્ગા માતાનું ત્રીજું સ્વરૂપ, દેવી ચંદ્રઘંટાના મસ્ત્તક પર અર્ધચંદ્ર છે. તેથી, કર્ક રાશિને પણ દુર્ગા માતાની પ્રિય રાશિઓમાંની એક માનવામાં આવે છે. આ રાશિના જાતકો માતાની કૃપાથી બુદ્ધિશાળી, મહેનતુ અને જવાબદાર સ્વભાવના હોય છે. કર્ક રાશિના લોકો વ્યવહારિક વિચાર ધરાવે છે અને કોઈપણ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણયો લેવામાં સક્ષમ હોય છે. ધાર્મિક અને સામાજિક કામોમાં ખૂબ જ રસ હોય છે અને આ સેવા ભાવથી લોકોના દિલ જીતી લે છે. દુર્ગા માતાની કૃપાથી કર્ક રાશિના જાતકો જીવનના સૌથી મુશ્કેલ પડકારોને પણ સરળતાથી પાર કરી લે છે અને સફળતા મેળવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સિંહ રાશિ

સિંહ માતા દુર્ગાનું વાહન છે અને સિંહ રાશિનું પ્રતીક પણ છે. તેથી, આ રાશિ દુર્ગા માતાની ખાસ પ્રિય માનવામાં આવે છે. સિંહ રાશિના જાતકો ઉર્જાવાન, હિંમતવાન અને ધાર્મિક હોય છે. માતાજીની કૃપાથી નસીબ હંમેશા તેમનો સાથ આપે છે. મુશ્કેલીના સમયમાં પણ, તેઓ સમજદારીપૂર્વક કામ કરીને સ્થિતિને તેમના પક્ષમાં કરી લે છે. કારકિર્દી અને વ્યવસાયમાં પણ સારી સફળતા મેળવે છે, અને હંમેશા અન્યને મદદ કરવા તૈયાર રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. કન્યા રાશિ

નવરાત્રિ કન્યા પૂજન સાથે ખતમ થાય છે, અને કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. કન્યા રાશિના જાતકો ધાર્મિક પ્રવૃત્તિઓમાં આગાળ રહે છે અને અન્યને મદદ કરીને ખુશ થાય છે. દુર્ગા માતાના આશીર્વાદથી, તેમના જીવનમાં કોઈ મોટી સમસ્યા લાંબો સમય ટકી શકતી નથી. તેઓ ઉર્જાવાન અને સંવેદનશીલ હોય છે, અને તેઓ હંમેશા બીજાનું ભલું ઇચ્છતા હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ધન રાશિ

ધન રાશિનું પ્રતીક ધનુષ છે, અને દેવી દુર્ગાના હાથમાં ધનુષ શોભે છે. આ રાશિના સ્વામી ગુરુ છે, જેઓ જ્ઞાન અને ધર્મના કારક માનવામાં આવે છે. આ રાશિના જાતકોમાં દરેક પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરવાની ક્ષમતા હોય છે. તેઓ પરિવાર અને સમાજમાં નેતૃત્વની ભૂમિકાઓ ભજવે છે અને પોતાની મહેનતથી સફળતા મેળવે છે. નોકરી કે વ્યવસાય કરતા ધન રાશિના જાતકો તેમના કાર્યસ્થળ પર સારું પ્રદર્શન કરે છે અને તેમને પ્રગતિની તકો મળે છે. દુર્ગા માતાની વિશેષ કૃપાથી આ રાશિના જાતકો જીવનમાં સતત પ્રગતિ કરે છે અને માન અને પ્રતિષ્ઠા મેળવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Goddess Durga Favorite Zodiac Sign Astrology News Navratri 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ