ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:28 AM, 4 September 2025
ADVERTISEMENT
સનાતન ધર્મમાં પિતૃ પક્ષને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. દર વર્ષે અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા થી અમાસ સુધી આ પર્વ મનાવવામાં આવે છે. આ દિવસોમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. માન્યતા છે કે આ ક્રિયાઓથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમની કૃપા પરિવારજનો પર વરસે છે. પિતૃ પક્ષના અંતિમ દિવસે સર્વ પિતૃ અમાવસ્યા આવે છે. આ દિવસે પૂર્વજોની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમને વિદાય આપવામાં આવે છે.
ADVERTISEMENT

વૈદિક કેલેન્ડર મુજબ, આ વર્ષે અશ્વિન અમાવસ્યા 21 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 12:16 વાગ્યે શરૂ થશે અને 22 સપ્ટેમ્બરના રોજ સવારે 01:23 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિને આધારે 21 સપ્ટેમ્બરનાં રોજ સર્વ પિતૃ અમાવસ્યા ઉજવવામાં આવશે. આ દિવસે શ્રાદ્ધ અને તર્પણ માટે ખાસ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યા છે. કુટુપ મુહૂર્ત સવારે 11:50 થી બપોરે 12:38 સુધી, રૂહીન મુહૂર્ત બપોરે 12:38 થી 01:27 સુધી અને મધ્યાહ્ન સમય બપોરે 01:27 થી 03:53 સુધી રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જ્યોતિષીઓના જણાવ્યા મુજબ, આ વખતે સર્વ પિતૃ અમાવસ્યા પર શુભ યોગો બની રહ્યા છે. તેમાં શુભ યોગ, શુક્લ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને શિવવાસ યોગનો સમાવેશ થાય છે. માન્યતા છે કે આવા યોગોમાં કરવામાં આવેલ શ્રાદ્ધ અને તર્પણથી પિતૃઓ ખાસ પ્રસન્ન થાય છે અને પરિવાર પર આશીર્વાદ વરસાવે છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : પ્રકૃતિની ગોદમાં વિધ્નહર્તાનું અનોખું મંદિર, જમણી સૂંઢવાળા ગણપતિજીની છે અઢી ટનની મૂર્તિ
ADVERTISEMENT
આ દિવસે પંચાંગ મુજબ સૂર્યોદય સવારે 6:09 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 6:19 વાગ્યે થશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 04:34 થી 05:22 સુધી, વિજય મુહૂર્ત બપોરે 02:16 થી 03:04 સુધી, સંધ્યાકાળ 06:19 થી 06:43 સુધી તથા નિશિતા મુહૂર્ત 11:50 થી 12:38 સુધી રહેશે. આ તમામ સમય પૂર્વજોનું શ્રાદ્ધ, તર્પણ અને પૂજા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. સર્વ પિતૃ અમાવસ્યા એ એવો દિવસ છે જ્યારે પરિવાર પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે. આ દિવસે કરેલ પૂજા-પાઠથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને વંશજોને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો