ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:41 AM, 1 October 2025
ADVERTISEMENT
નવરાત્રીનો અંતિમ દિવસ હંમેશા વિશેષ ગણાય છે. પરંતુ આ વખતે નવરાત્રી થોડી અનોખી બની છે. 9 નહિ પરંતુ 10 દિવસ સુધી ચાલેલી નવરાત્રીનો સમાપન આજે થવાનો છે. આવો સંયોગ લગભગ 27 વર્ષ પછી જોવા મળ્યો છે, જેના કારણે આ વર્ષની નવરાત્રી વધુ પાવન માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT

નવરાત્રી દરમિયાન કળશની સ્થાપનાનું વિશેષ મહત્વ હોય છે. લોકો દેવી દુર્ગાની આરાધના માટે કળશ સ્થાપે છે અને એક અખંડ જ્યોત પ્રગટાવે છે, જે સમગ્ર નવરાત્રી દરમિયાન પ્રજ્વલિત રહે છે. હવે જ્યારે નવરાત્રીનો અંત આવી રહ્યો છે ત્યારે કળશ વિસર્જનની વિધિ કરવી જરૂરી છે. આજે કન્યા ભોજન, હવન અને કળશ વિસર્જનની તૈયારીઓ ઘરોમાં થઈ રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ વર્ષે શારદીય નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને આજે તેનો સમાપન દિવસ છે. કળશ વિસર્જન દશમી તિથિ પર કરવામાં આવે છે. પંચાંગ મુજબ દશમી તિથિ 1 ઓક્ટોબરના સાંજે 7:01 વાગ્યાથી શરૂ થઈ છે અને તે 2 ઓક્ટોબરના સાંજે 7:10 વાગ્યા સુધી રહેશે. એટલે કળશ વિસર્જન માટેનો શ્રેષ્ઠ દિવસ 2 ઓક્ટોબર ગણાય છે. આ સમયમાં વિસર્જન કરવાથી ખાસ પુણ્ય પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે.

ADVERTISEMENT
કળશ વિસર્જનની પદ્ધતિ બહુ સરળ છે. સૌપ્રથમ, કળશ ઉપર રાખેલો નારિયેળ ઉતારી લો અને તેને પ્રસાદ તરીકે વહેંચી દો. કળશમાં ભરેલું પાણી ઘરમાં છાંટો, જેના માટે અગાઉ મૂકેલા કેરીના પાનનો ઉપયોગ કરી શકો છો. બાકીનું પાણી છોડ પર રેડો, પરંતુ ધ્યાન રાખો કે તુલસીના છોડ પર ન રેડાય. ફૂલોની માળા અને અન્ય સામગ્રી મંદિર કે ઘરની નજીકના વૃક્ષ નીચે મૂકી શકાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : નવરાત્રિની પૂર્ણાહુતિ બાદ કળશ ને અખંડ જ્યોત સાથે આટલું અવશ્ય કરજો, થશે ધનલાભની પ્રાપ્તિ
કળશ વિસર્જન સમયે એક ખાસ મંત્રનું જાપ કરવો જોઈએ, જેમાં ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે જો પૂજામાં કોઈ ભૂલ થઈ હોય તો તે ક્ષમા કરે. આ રીતે કળશ વિસર્જનથી નવરાત્રીની પૂજા પૂર્ણ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો