ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / નવરાત્રિની પૂર્ણાહુતિ બાદ કળશ ને અખંડ જ્યોત સાથે આટલું અવશ્ય કરજો, થશે ધનલાભની પ્રાપ્તિ

Navratri 2025 / નવરાત્રિની પૂર્ણાહુતિ બાદ કળશ ને અખંડ જ્યોત સાથે આટલું અવશ્ય કરજો, થશે ધનલાભની પ્રાપ્તિ

Last Updated: 08:08 AM, 1 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રિની શરૂઆત પ્રતિપદા તિથિ પર ઘટસ્થાપન અથવા કળશ સ્થાપનથી કરવામાં આવે છે. આ દિવસે, કળશ સ્થાપિત કરીને દેવીનું આવાહ્ન કરવામાં આવે છે. બાજોઠની પાસે જવ વાવવામાં આવે છે અને એ સાથે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રિ પુરી થયા પછી આ વસ્તુઓનું શું કરવું જોઈએ ?

ADVERTISEMENT

નવરાત્રિમાં માતા દુર્ગાની ઉપાસના સાથે કળશ સ્થાપન, જવ વાવણી અને અખંડ જ્યોત પ્રગટાવવાની પરંપરા છે. નવ દિવસ સુધી ચાલતી આ પૂજા બાદ ઘણા લોકો વિચારે છે કે હવે આ પૂજાસામગ્રીનું શું કરવું? ચાલો જાણીએ નવરાત્રિ પૂર્ણ થયા પછી કળશ, જવ અને અખંડ જ્યોત સાથે શું કરવું જોઈએ.

Copy of સિંહ રાશિ (31)

કળશમાં રાખેલા સિક્કાને તિજોરીમાં મુકો

કળશમાં રાખેલો સિક્કો કળશમાંથી કાઢીને તમારા પૈસાના ભંડાર કે તિજોરીમાં રાખો. જો તમે વેપારી હો, તો તે સિક્કો દુકાનના ગલ્લામાં મૂકો, શુભ ફળ મળશે.નવરાત્રિ દરમિયાન ઉગાડેલા જવને નવમી તિથિએ નદી અથવા તળાવમાં વિસર્જિત કરો. તેમને ક્યાંય ફેંકવા નહીં, કારણ કે તે પવિત્ર માનવામાં આવે છે.

Copy of સિંહ રાશિ (32)

અંખડ જ્યોતને જાતે બુઝવા દો

અખંડ જ્યોતિ જાતે બુઝાવવી નહીં. તેલ કે ઘી ખતમ થઈ જાય ત્યારે તેને આપમેળે બુઝાવા દો. બાદમાં માટીના કળશ અને પૂજા સામગ્રી સાથે વાટને નદીમાં વિસર્જિત કરો. જો ઈચ્છો તો મંદિરમાં નવી વાટ બનાવીને દીવો ફરી પ્રગટાવી શકો.

vtv_app_add.width-800

આ પણ વાંચોઃ નવરાત્રિમાં ઘટસ્થાપન કયા નિયમ મુજબ કરવું?, આ 8 વસ્તુઓ કળશમાં અવશ્ય નાખજો

કળશનું શું કરવું?

નવરાત્રિ પૂરી થયા પછી માટીનો કળશ નદી કે તળાવમાં વિસર્જન કરવો.જો કળશ ધાતુનો હોય (જેમ કે પિત્તળ કે તાંબાનો) તો તેને સાફ કરીને રાખવો.આ કળશને આગામી નવરાત્રિમાં ફરીથી ઉપયોગ કરી શકાય. કળશને સન્માનપૂર્વક વિસર્જન કે સંભાળ કરવી એ શુભ માનવામાં આવે છે.

નારિયેળનું શું કરવું?

નવરાત્રિની મહાનવમી પર કળશ પર મૂકેલા નારિયેળને ફોડી પ્રસાદ તરીકે વહેંચો. આ નારિયેળનો એક ટુકડો કન્યાઓની થાળીમાં પ્રસાદ તરીકે મૂકો.કળશમાં રહેલું પાણી કન્યાઓની પૂજા પછી ઘરના અલગ અલગ ભાગોમાં છાંટો. એવું માનવામાં આવે છે કે આથી ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તમે આ પાણી તુલસીના છોડને પણ અર્પણ કરી શકો છો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri Kalash Navratri Coconut Ritual Navratri Kalash Visarjan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ