ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:48 PM, 19 September 2025
ADVERTISEMENT
નવરાત્રિની શરૂઆત 22 સપ્ટેમ્બર 2025થી થવા જઈ રહી છે. આ તહેવારમાં કળશની સ્થાપના પણ કરવામાં આવે છે અને મંદિર પણ શણગારવામાં આવે છે. આ દરમિયાન કળશને કઈ દિશામાં સ્થાપવાને શુભ મનાય છે? સાથે કળશમાં કઈ વસ્તુ રાખવી જોઈએ? તે આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું. તો ચાલો જાણીએ નવરાત્રિ દરમિયાન ઘરમાં માતા દેવીના મંદિરને શણગારવા માટે કઈ દિશા યોગ્ય માનવામાં આવે છે?
ADVERTISEMENT
હિન્દુ ધર્મ અનુસાર, નવરાત્રિમાં પૂજા કરતી વખતે તેનું સ્થાન અને દિશા ધ્યાનમાં લેવી ખૂબ જોઈએ. જો તમે માતાના મંદિરને શણગારવાની તૈયારી કરી રહ્યા હોવ તો તેના માટે ઉત્તરપૂર્વ દિશા પસંદ કરવી જોઈએ. એવી માન્યતા છે કે આ દિશામાં માતાના મંદિરને શણગારવાથી માનસિક અને શારીરિક શાંતિ મળે છે.
ADVERTISEMENT
આ સિવાય દુર્ગા માતાના મંદિરની સ્થાપના માટે પશ્ચિમ દિશા પણ શુભ માનવામાં આવે છે. તેમની પૂજા દરમિયાન ભક્તે પૂર્વ અથવા દક્ષિણ દિશા તરફ મુખ રાખવું જોઈએ. એવી માન્યતા છે કે પૂર્વ તરફ મુખ કરીને પ્રાર્થના કરવાથી આપણી ચેતના જાગૃત થાય છે અને ઘરમાં શાંતિ અને સુખનો વાસ થાય છે.
ADVERTISEMENT
કળશ આ રીતે કરો સ્થાપિત
પાંચ કેરીના પાન પર કંકુ અને હળદર લગાવો અને તેને કળશની આસપાસ રાખો. તેના પર એક નાળિયેર મૂકો. નાળિયેરને ચુદંડીથી લપેટીને રાખો. સ્થાપનના સ્થળે થોડા ચોખા રાખો અને દેવીની મૂર્તિની પાસે આ કળશ રાખો.
ADVERTISEMENT
ADVERTISEMENT
નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગા માટે શણગારનો સામાન મુકવો જોઈએ. પૂજા સ્થાન પર લાલ ચુદંડી અને કંકુ પણ રાખવુ જોઈએ. નવરાત્રિ દરમિયાન દરરોજ ઘીનો દીવો પ્રગટાવો. અમુક લોકો આ દરમિયાન અખંડ જ્યોત પણ પ્રગટાવે છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે નવરાત્રિ 9 દિવસને બદલે 10 દિવસની છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT