ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મિતીયાજ ગામના ટીંબા પર સ્વયંભૂ હનુમાનજીનું મંદિર, દર્શન માત્રથી પૂરી થાય છે મનોકામના

દેવદર્શન / મિતીયાજ ગામના ટીંબા પર સ્વયંભૂ હનુમાનજીનું મંદિર, દર્શન માત્રથી પૂરી થાય છે મનોકામના

Last Updated: 06:04 AM, 3 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોડીનાર ઉના ધોરી માર્ગ પર આદી અનાદી કાળથી મજેવડી હનુમાન દાદા બિરાજમાન છે. હનુમાનજી મહારાજ આ વિસ્તારના લોકોની અનન્ય આસ્થાનુ કેન્દ્ર બની રહ્યા છે. હનુમાન જયંતી અને ભાદરવી બીજની સાથે શનિ અને મંગળવારે વિશેષ પ્રમાણમાં હનુમાન ભક્તો મજેવડી હનુમાન દાદાના દર્શને આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે આજે દેવદર્શનમાં હનુમાનદાદાના દર્શન કરી ધન્ય થઈશું....

ADVERTISEMENT

કોડીનાર ઉના ધોરી માર્ગ પર મજેવડી હનુમાનદાદાનું મંદિર આવેલું છે. મંદિરે આવતા દરેક ભાવિક ભક્તોને દાદાના આશીર્વાદથી મનોવાંચ્છીત ફળ મળે છે. જેને કારણે દાદાના મંદિરે શ્રદ્ધાળુઓનો પ્રવાહ નિરંતર ચાલુ રહે છે. શનિવાર, મંગળવાર અને હનુમાન જયંતિની સાથે ભાદરવી બીજના દિવસે મજેવડી હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહીને હનુમાન દાદાને સિંદૂર તેલ અને અડદનો અભિષેક કરી, આકડાના પુષ્પની માળા અને તેના પર્ણો અર્પણ કરીને હનુમાનદાદા પ્રત્યેની અનન્ય શ્રદ્ધા વ્યક્ત કરે છે. મજેવડી હનુમાનદાદા સૌ ભાવિકોની મનોકામના પૂર્ણ કરતા હોવાથી લોકોમાં એક અનન્ય આસ્થા પાછલા અનેક સૌકાઓથી પ્રચલિત બની રહી છે જે આજે આધુનિક યુગમાં પણ એટલી જ પ્રચલિત છે.

HanumanJi-new

પાછલા અનેક સૈકાઓથી કોડીનાર ઉના હાઇવે પર મિતીયાજ ગામના ટીંબા પર હનુમાનદાદા સ્વયંભૂ દર્શન આપી રહ્યા છે. આજે જે જગ્યા પર હનુમાનદાદાનું શિખરબંધ મંદિર છે ત્યાં વર્ષો પૂર્વે મીતીયાજ ગામ અસ્તિત્વ ધરાવતું હતું. કાળક્રમે ગામ આ વિસ્તારથી ખસીને થોડે અંદર જતું રહ્યું અને મીતીયાજ ગામના ટીંબા પર બેઠેલા મજેવડી હનુમાન દાદા જે તે સ્થળ પર કાયમ રહ્યા છે.

ગામ લોકોનું શું કહેવું છે ?

ગામ લોકોની ઈચ્છા અનુસાર મજેવડી વાડીના ટીંબા પરથી હનુમાનદાદાને ધાર્મિક આસ્થા અને વિધિ વિધાન સાથે નવા બનેલા મિતિયાજ ગામમાં પુનઃસ્થાપિત કરવાના બે વખત પ્રયાસ થયા ત્યારે દિવસ દરમિયાન હનુમાનજીની પ્રતિમાને ગામમાં સ્થાપિત કરવામાં આવે તો વહેલી સવારે હનુમાનદાદા ફરીથી પરત જુના મીતીયાજ ગામના ટીંબા પર જઈને મૂર્તિ સ્વરૂપે બેઠેલા જોવા મળતા હતા. આવો પ્રયત્ન ગામ લોકોએ અત્યાર સુધીમાં બે વખત કર્યો પરંતુ હનુમાન દાદાની ઈચ્છા જૂના ગામના ટીંબા પર બેસવાની હશે જેથી ગામ લોકોએ અહીં શિખરબંધ મંદિરનું નિર્માણ કર્યું અને આજે સમગ્ર સોરઠ પંથકના હનુમાન ભક્તોમાં મજેવડી હનુમાન દાદા અનન્ય આસ્થાનુ કેન્દ્ર બની રહ્યા છે.

app promo6

મજેવડી હનુમાન દાદાના મંદિર નજીક યોગેશ્વર ગીતામંદિર આવેલું છે. જ્યાં દશૈય અવતાર દેવી-દેવતાઓની મૂર્તિ બિરાજમાન કરવામાં આવેલી છે. સાથે સાથે આ વિસ્તારમાં સતયુગના સમયમાં વિચરણ કરીને ધર્મ સાથે જોડાયેલા ઋષિમુનિઓની પ્રતિમાઓ પણ આ મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવેલી છે.

આ પણ વાંચો : રાયણીના ઝાડ નીચે શિવલિંગ સ્વરૂપે સ્વયંભૂ બિરાજે ભોળાનાથ, મંદિરમાં એક સાથે બાર જ્યોતિર્લિંગના દર્શન

ઋષિમુનિઓ દ્વારા જે દેવસ્થાનકોમાં વિચરણ કરીને ત્યાં તપ આરાધના અને ભક્તિની સાથે ભગવાનની પૂજા અર્ચના કરી હોય તેવા સ્થળ પર તેમની પ્રતિમાઓ મુકવાની પરંપરા આજે પણ જોવા મળે છે, જેને લઈને યોગેશ્વર ગીતા મંદિરમાં પણ દશૈય અવતાર દેવી દેવતાઓની સાથે કેટલાક ઋષિ મુનિઓની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. જે આ મંદિર અનેક સૌકાઓ પૂર્વે બન્યું હશે તેનું પ્રમાણ આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Majevadi Hanuman Temple Kodinar Una Highway Mityaj village
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ