ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:08 PM, 24 May 2026
ADVERTISEMENT
વર્ષ 2026માં ગંગા દશેરાનો પવિત્ર તહેવાર 25 મે, સોમવારના રોજ ઉજવવામાં આવશે. આ વખતે ગંગા દશેરા પર રવિ યોગ જેવા દુર્લભ અને શુભ સંયોગ બની રહ્યા છે, જેને કારણે આ દિવસનું મહત્વ વધુ વિશેષ બની ગયું છે. પૌરાણિક કથાઓ અનુસાર, રાજા ભગીરથની કઠોર તપસ્યાના પરિણામે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા. તેથી આ દિવસને ભાગીરથી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગાસ્નાન, પૂજા અને દાન કરવાથી મનુષ્યના દસ પ્રકારના પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ધાર્મિક માન્યતાઓ મુજબ ગંગા દશેરાના દિવસે વહેલી સવારે ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. જો ગંગા નદી સુધી જવું શક્ય ન હોય તો ઘરમાં જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી પણ પુણ્ય મળે છે. આ દિવસે માતા ગંગાની વિશેષ પૂજા કરવામાં આવે છે અને દાનનું વિશેષ મહત્વ જણાવાયું છે. ખાસ કરીને 10 પ્રકારની વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળ મળે છે.
ADVERTISEMENT
આ દિવસે પાણીનું દાન સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ઉનાળાની ગરમીમાં તરસ્યા લોકોને ઠંડુ પાણી પીવડાવવું અથવા પાણીથી ભરેલું વાસણ દાન કરવાથી સૂર્ય અને ચંદ્ર મજબૂત બને છે. અનાજનું દાન કરવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી રહેતી નથી. ફળોનું દાન સ્વાસ્થ્ય અને ખુશી આપે છે. નવા અને સ્વચ્છ કપડાંનું દાન માન-સન્માનમાં વધારો કરે છે.

ADVERTISEMENT
જેઠ મહિનાની કડક ગરમીમાં છત્રી અને પંખાનું દાન પણ અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે પંખાનું દાન કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને ઘરમાં શાંતિ આવે છે. જરૂરિયાતમંદ લોકોને પગરખાં કે ચંપલ આપવાથી રાહુ-કેતુના અશુભ પ્રભાવ ઓછા થાય છે. સાથે જ ઘી અને સુહાગ સામગ્રીનું દાન પરિણીત મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે, જે ઘરનું સુખ અને સૌભાગ્ય વધારે છે. ગંગા દશેરા દરમિયાન સત્તુનું દાન પણ ખાસ મહત્વ ધરાવે છે. ઉનાળામાં સત્તુ શરીરને ઠંડક આપે છે અને આધ્યાત્મિક લાભ પણ આપે છે. સાથે જ દક્ષિણા તરીકે પૈસા અથવા સિક્કાનું દાન કરવું પણ આવશ્યક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે દક્ષિણા વગરનું દાન અધૂરું ગણાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : આવતીકાલથી શરૂ થશે વર્ષના 9 ગરમ દિવસ, જે ચમકાવશે આ 4 રાશિઓનું નસીબ
સ્કંદ પુરાણ અનુસાર, ગંગા દશેરાના દિવસે પૂજા અને દાનમાં શક્ય હોય ત્યાં સુધી 10 સંખ્યાનો ઉપયોગ કરવો શુભ ગણાય છે. જેમ કે 10 ફળો, 10 દીવા અથવા 10 લોકોને દાન કરવું. દાન હંમેશા નિSwાર્થ ભાવથી, શાંતિપૂર્ણ મનથી અને અહંકાર વિના કરવું જોઈએ. માન્યતા છે કે આ રીતે કરાયેલ પૂજા અને દાનથી માતા ગંગાના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો