બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / Destruction of the last fortress of Congress: Paresh Dhanani was also hounded by the public in Amreli.
Last Updated: 01:16 PM, 8 December 2022
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. ત્યારે કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યા છે ત્યારે અમરેલી બેઠક પરથી કોંગ્રેસ પક્ષના દિગ્ગઝ ઉમેદવાર પરેશ ધાનાણીની હાર થવા પામી છે. કોંગ્રેસના દિગ્ગ્જ નેતા પરેશ ધાનાણીની હાર થતા કોંગ્રેસમાં સોંપો પડી જવા પામ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગત 01 ડિસેમ્બરના રોજ અમરેલીની પાંચ બેઠકો પર મતદાન યોજાયું હતું. જિલ્લામાં સરેરાશ 57.06 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ રાજુલા બેઠક પર અને સૌથી ઓછુ ધારી બેઠક પર મતદાન થયું હતું. રાજુલા બેઠક પર 63.30 ટકા, લાઠી બેઠક પર 58.66 ટકા, અમરેલી બેઠક પર 55.76 ટકા, સાવરકુંડલા બેઠક પર 54.18 અને ધારી બેઠક પર 52.70 ટકા મતદાન થયું હતું.
ADVERTISEMENT
ખેલાયો હતો ત્રિપાંખિયો જંગ
ચૂંટણીની જાહેરાત થયા બાદ દરેકની નજર સૌરાષ્ટ્રની હાઈપ્રોફાઈલ ગણાતી અમરેલી બેઠક પર હતી. કારણે અમરેલી બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણીની સામે ભાજપે કૌશિક વેકરીયા અને આમ આદમી પાર્ટીએ રવિ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા હતા. અત્યાર સુધી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ અહીંથી પોતાના ઉમેદવારને ચૂંટણીના મેદાનામાં ઉતાર્યા હતા.
લેઉવા પટેલનો ગઢ માનવામાં આવે છે અમરેલી બેઠક
અમરેલી વિધાનસભા બેઠક પર લેઉવા પાટીદારનું વર્ચસ્વ છે. અમરેલીને લેઉવા પટેલનો ગઢ કહી શકાય. અમરેલી શહેરે ગુજરાત અને દેશને અનેક દિગ્ગજ નેતાઓ આપ્યા છે. જીવરાજ મહેતા, પી.એન નાનજી, એન.ગોરધનદાસ જેવા મોટા નેતા અહીં ચૂંટણી લડી ચૂક્યા છે અને જીતી ચૂક્યા છે. અમરેલી બેઠક પર 15 વખત ચૂંટણી યોજાઈ છે જેમાંથી 2 વખત પેટા ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધીમાં 6 વખત ભાજપ વિજેતા બન્યું છે. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી બે ટર્મથી અમરેલી વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યો નથી.
ADVERTISEMENT
ખેતી સાથે સંકળાયેલા લોકો સૌથી વધારે
અમરેલીના લોકો સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત અહીં ખેતી સૌથી મોટો વ્યવસાય છે. ખેતી સાથે સંકળાયેલો તેલની મીલોનો ઉદ્યોગ પણ આ વિસ્તારમાં ધમધમે છે. આ બેઠક પર કુલ 16,27,980 મતદારો છે જેમાં 8,43,668 પુરુષ, 7,84,291 મહિલા અને 21 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. અમરેલી વિધાનસભા બેઠક પર પાટીદાર તેમજ કોળી સમાજનું પ્રભુત્વ છે.
2017માં જીત્યા હતા પરેશ ધાનાણી
વર્ષ 2017માં અમરેલી વિધાનસભા બેઠક પર 62.15% મતદાન થયું હતું. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને 87, 032 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર બાવકુ ઉંધાડને 75,003 મત મળ્યા હતા. આમ પરેશ ધાનાણી વિજેતા થયા હતા. તો 2012 પણ કોંગ્રેસની ટિકિટ પરથી પરેશ ધાનાણી જીત્યા હતા.
ADVERTISEMENT
કોણ છે પરેશ ધાનાણી?
- પરેશ ધીરજલાલ ધાનાણીનો જન્મ 15 ઓગસ્ટ 1976ના રોજ અમરેલીમાં થયો હતો.
- તેમણે વર્ષ 2000માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી B.comની ડિગ્રી મેળવી હતી.
- લગ્નજીવન દરમિયાન તેમને સંસ્કૃતિ અને પ્રણાલી નામની બે પુત્રીઓ છે.
- પરેશ ધાનાણી ખેડૂત હોવાની સાથે સાથે પશુપાલનનો પણ ખૂબ સારો અનુભવ ધરાવે છે.
- પરેશ ધાનાણી જમીન સાથે જોડાયેલા કોંગ્રેસ ખેડૂત નેતાની છાપ ધરાવે છે.
- પરેશ ધાનાણી વિદ્યાર્થી કાળથી જ NSUI અને યુથ કોંગ્રેસમાં સક્રિય હતા.
- વર્ષ 2000માં ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે સમાજસેવા માટે રાજકારણમાં જોડાવાનું નક્કી કર્યું.
- વર્ષ 2007માં પરેશ ધાનાણીને દિલીપ સંઘાણી સામે 4,000 મતોથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પરેશ ધાનાણીએ દિલીપ સંઘાણીને કારમી હાર આપી હતી
- 2017માં ભાજપના બાવકુ ઉંધાડને પરાજય આપ્યો હતો.
- પરેશ ધાનાણીનો અમરેલીમાં એરપોર્ટ શરૂ કરાવવામાં પણ તેમનો સિંહફાળો રહેલો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.