ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8મા પગાર પંચમાં મોડું થતાં કર્મચારીઓને 3.45 લાખ સુધીનું નુકસાન, જાણો પૂરો હિસાબ
9 ફોટો ગેલેરી
Last Updated: 11:22 PM, 28 August 2026
1/9
2/9
સામાન્ય રીતે પગાર પંચના એરિયર મુખ્યત્વે બેઝિક પે પર જ મળે છે. જેમાં મોંઘવારી ભથ્થું (DA), હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) અને ટ્રાન્સપોર્ટ અલાઉન્સ (TPTA) જેવા ભથ્થાઓ પર એરિયર ત્યારે જ મળે છે જ્યારે સરકાર અલગથી જાહેરાત કરે. જો 8મા પગાર પંચમાં પણ માત્ર બેઝિક સૅલરી પર જ એરિયર મળે તો મોડું થવાના કારણે મોટું નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT
3/9
મોંઘવારી ભથ્થું મૂળ પગાર પર આધારિત છે અને દર 6 મહિને સુધારાય છે. જેમાં પંચનો કાર્યકાળ પૂરો થયા પછી પણ DA વધતો રહે છે આથી તેનું એરિયર મળતું નથી. તો HRA બેઝિક સૅલરીના ચોક્કસ ટકાવારીમાં નક્કી થાય છે. નવા પગાર પંચમાં HRAની દરો સુધરે છે, પરંતુ વધેલા દરનું પાછલું એરિયર આપવામાં આવતું નથી. આ સિવાય પરિવહન ભથ્થું પદ અને શહેરના આધારે નક્કી થાય છે. નવા દરો સુધરશે, પરંતુ પાછલા તફાવતનું એરિયર મળવું મુશ્કેલ છે.
4/9
નવેમ્બર 2025માં પંચને ભલામણો આપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારની સમીક્ષામાં 3થી 6 મહિના લાગી શકે છે. જો ભલામણો મે 2027 એટલે કે 17 મહિનાનો વિલંબથી, ઓગસ્ટ 2027 એટલે કે 20 મહિનાનો વિલંબ અથવા ડિસેમ્બર 2027 એટલે કે 24 મહિનાનો વિલંબમાં લાગુ થાય તો ભથ્થાઓનું એરિયર ન મળવાથી થતું નુકસાન 2.1 ફિટમેન્ટ ફેક્ટરના આધારે નીચ્આજે પ્રમાણે હોઈ શકે છે
ADVERTISEMENT
5/9
6/9
ADVERTISEMENT
7/9
8/9
ADVERTISEMENT
9/9
આમ ડિસેમ્બર 2027માં લાગુ થવાની સ્થિતિમાં લેવલ 6ના કર્મચારીને લગભગ 3.45 લાખ રૂપિયા સુધીનું સંભવિત એરિયર નુકસાન થઈ શકે છે. આ આંકડા માત્ર અંદાજ છે. અસલી એરિયર કેટલું મળશે તે ફિટમેન્ટ ફેક્ટર અને HRA, TPTA સહિતના નવા દરો પર આધાર રાખે છે. જેમાં સરકાર એરિયરના ચુકવણા અંગે અલગ નિયમો કે જાહેરાત પણ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ