ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / cyber-gang-steal-your-photos-from-social-media-and-share-them-on-porn-websites

NULL / મહિલાઓ સાવચેત ! સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરતા પહેલા આ વાંચો

Published By: vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

બદલાઈ રહેલી ટેક્નલોજીને કારણે માનવીય જિંદગી પણ ટેક્નોલોજી સાથે વણાઈ ગયેલી છે. સોશિયલ મીડિયાને કારણે કેટલાય લોકો કેટલાય દેશની વ્યક્તિઓ સાથે વાતચીત કરી શકે છે. એકબીજાનો ફોટો પણ શેર કરતા હોય છે પરંતુ આ વાતચીત અને ફોટો શેરિંગ ક્યારેક તકલીફમાં મૂકે છે. સોશિયલ મીડિયા પર રહેલ કેટલાક લોકો આ ફોટા સાથે  છેડછાડ કરી તેને પોર્ન વેબસાઈટ પર અપલોડ કરી દેતા હોય છે કે જે-તે વ્યક્તિને ધમકી આપી પૈસા પડાવવવાનો પણ પ્રયાસ કરતા હોય છે. આવા કેટલાક  કિસ્સોઓ  તાજેતરમાં  દિલ્હી સાયબર ક્રાઇમ વિભાગને જાણવા મળ્યા હતા.

દિલ્હી સ્થિત એક મહિલાની ઓળખાણ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ સાથે થાય છે થોડા દિવસના પરિચય બાદ તે મહિલાએ પોતાનો ફોટો તે વ્યક્તિ સાથે શેર કરતા ફોટોશોપની મદદથી તે ફોટામાં છેડછાડ કરી તે ફોટો પોર્ન વેબસાઈટ પર મૂકી દેતા મહિલા ક્ષોભમાં મુકાઈ  ગઈ હતી.

ટ્વિટર ફેસબુક જેવા માધ્યમો પર પર પોતાનો ફોટો અપલોડ કરતી મહિલાઓએ ક્યારેય પોતાનો ફોટો અજાણી વ્યક્તિ સાથે શેર ના કરવો જોઈએ. નહીંતર પરિણામ ગંભીર આવી શકે છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે એક મહિલાએ દરિયા કિનારે ઉભા રહીને પોતાના કેટલાક ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા અને પછી ફેસબુક પર અપલોડ કરતા તે ફોટામાં કેટલાક ફેરફાર કરી  એક અજાણી વ્યક્તિએ તેને મોકલીને ધમકી આપી કે જો તે 20000 રૂપિયા નહિ આપે તો તે આ ફોટાને પોર્ન વેબસાઈટ પર અપલોડ કરી દેશે. તે માણસની વાતથી મહિલાએ તે વ્યક્તિને પૈસા આપ્યા તેમ છતાં તે વ્યક્તિએ મહિલાના ફોટા ઇન્ટરનેટ પર તરતા મૂકી દીધા હતા.

સેલ્ફી લેતી મહિલાઓ માટે આ કિસ્સાઓ લાલબત્તી સમાન છે. જો તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે પોતાના ફોટા શેર કરતા હોય અથવા સોશિયલ  મીડિયા પર ક્યાંક અપલોડ કરતા હોવ તો સાવચેત રહેજો. અને કદાચ કોઈ વિકૃતિ ધરાવતી વ્યક્તિ તમને હેરાન કરવનો પ્રયાસ કરે તો નજીકના પોલીસ મથકમાં જઈ સાયબર ક્રાઇમ વિભાગનો સંપર્ક કરી તે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી જોઈએ. સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા આવી ગુનાહિત પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને પકડી તેની સામે કાનૂની કાર્યવાહી કરે છે. તેમ છતાં દરેક સોશિયલ માધ્યમોનો ઉપયોગ કરતા સમયે તકેદારી રાખવી ખુબ જરુરી છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ