બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 04:51 PM, 29 January 2020
ADVERTISEMENT
ઈઝરાલના જાસૂસે કર્યો મોટો ખૂલાસો
ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસ અંગે ઈઝરાયલનાં જાસૂસ અને વાયરોજિસ્ટે મોટો ખુલાસો કર્યો છે. તેમનાં કહેવા પ્રમાણે ચીનનાં વુહાનમાં આવેલી એક લેબોરેટરીમાં જ કોઈ ગડબડ થતાં આ વાયરસ ફેલાયો છે. કોરોનાં વાયરસએ ચીની સરકાર દ્વારા પેદા કરવામાં આવેલું બાયોલોજિકલ હથિયાર છે. કોરોના વાયરસ વધુ ઘાતક બન્યો છે. ચીનમાં આ વાયરસનાં કારણે અત્યાર સુધીમાં 131નાં મોત નીપજ્યાં છે. તેમજ 850 નવા કેસ સામે આવ્યા છે.
ADVERTISEMENT
શું ચીને બનાવ્યો હતો વાયરસ
દુશ્મનનો સામુહિક ખાત્મો કરવાનાં ઈરાદા માટે ચીને જ આ વાયરસની શોધ કરી હતી. જોકે, લેબોરેટરીમાંથી વાયરસ લીક થઈ જતા ચીનનાં લોકો જ તેનો શિકાર બન્યાં છે. ઈઝરાયલની જાસૂસી સંસ્થામાં કામ કરી ચુકેલા દાની સોહામનાં જણાવ્યા પ્રમાણે વુહાનમાં આવેલી ‘ધ વુહાન ઈન્સ્ટિટયૂટ ઑફ વાઈરોલોજી’ એકમાત્ર લેબોરેટરી છે, જ્યાં ઘાતક વાઈરસ પર સંશોધન થઈ રહ્યું છે. વુહાનમાં આવેલી આ લેબોરેટરીમાંથી જ કોરોના વાયરસ લીક થયો છે. જોકે, ઇઝરાયલના જાસૂસના દાવાની સત્યતા પુષ્ટી થઈ શકી નથી. પરંતુ ચીને ભૂતકાળમાં આ પ્રકારની ગતિવિધિઓ કરી હોવાને કારણે આ મુદ્દે શંકા જાગે તે સ્વભાવિક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.