ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રાંધણ છઠે બનાવો ગરમાગરમ બાજરીના વડા, સરળ રેસીપીથી બનશે એકદમ ટેસ્ટી!

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / રાંધણ છઠે બનાવો ગરમાગરમ બાજરીના વડા, સરળ રેસીપીથી બનશે એકદમ ટેસ્ટી!

Last Updated: 12:01 PM, 2 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાંધણ છઠના દિવસે રસોડામાં અનેક પ્રકારની વાનગીઓ બનાવવાની પરંપરા છે. આ દિવસે પહેલેથી જ વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે.

1/6

photoStories-logo

1. આ રીતે બનાવો રાંધણ છઠ સ્પેશિયલ બાજરીના વડા!

જો તમે આ વખતે કંઈક સ્વાદિષ્ટ અને સરળ બનાવવાનું વિચારી રહ્યા છો તો બાજરીના વડા સારો વિકલ્પ છે. બાજરીના લોટમાંથી બનતા આ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. તેને ચા સાથે કે ચટણી સાથે સર્વ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બાજરીના વડા માટે સામગ્રી

બાજરીના વડા બનાવવા માટે 1½ કપ બાજરીનો લોટ લો. તેમાં 1 નાની ચમચી લાલ મરચું અને ½ નાની ચમચી હળદર ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું અને 1 નાની ચમચી ધાણાજીરું પણ નાખો. આ ઉપરાંત દહીં, તલ અને બારીક સમારેલી કોથમીર અથવા લીલા ધાણા જરૂર મુજબ લો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. લોટનું મિશ્રણ તૈયાર કરો

સૌપ્રથમ એક વાડકામાં બાજરીનો લોટ લો. તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, દહીં, તલ, કોથમીર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને નરમ લોટ બાંધી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વડાનો આકાર આપો

લોટ તૈયાર થઈ જાય પછી તેના નાના પૂરી જેટલા ગોળાકાર લુવા પાડી લો. હવે એક લુવાને બંને હથેળી વચ્ચે થોડું દબાવો. તેને લંબગોળાકાર પેટીસ જેવો આકાર આપો. આ રીતે બધા લુવામાંથી વડા તૈયાર કરી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ગરમ તેલમાં વડા તળો

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થયું છે કે નહીં તે ચકાસી લો. તેલ ગરમ થઈ જાય પછી તેમાં એક પછી એક બાજરીના વડા નાખો. વડાને મધ્યમ આંચ પર બંને બાજુથી સારી રીતે તળી લો જેથી તે બહારથી ક્રિસ્પી અને અંદરથી સરસ રીતે શેકાઈ જાય.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ચટણી અને ચા સાથે સર્વ કરો

વડા સારી રીતે તળાઈ જાય પછી તેને કઢાઈમાંથી કાઢીને પ્લેટમાં મૂકી લો. તમારા ગરમાગરમ અને સ્વાદિષ્ટ બાજરીના વડા તૈયાર છે. તેને ટામેટા સોસ, લીલી ચટણી અથવા ગરમા ગરમ ચા સાથે સર્વ કરી શકાય છે. રાંધણ છઠના દિવસે પરિવાર સાથે આ સરળ નાસ્તાની મજા માણી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Recipe, Cooking Chhath Special Bajra Vada Recipe
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ