બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Extra / control-sbi-atm-card-by-sbi-quick-service

NULL / SBIના ATM કાર્ડ પર મળશે સુવિધા 42 કરોડ ગ્રાહકોને થશે ફાયદો

vtvAdmin

Last Updated: 06:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)એ પોતાના ATM કાર્ડધારકોને એક ખાસ સુવિધા આપી રહી છે તેનાથી SBIના કસ્ટમર પોતાના ATM કાર્ડને કંટ્રોલ કરી શકે છે. આ માટે SBIએ એક ખાસ એપ તૈયાર કરી છે જેનું આમ SBI ક્વિક એક છે. આ એપમાં ખાસ ATM કાર્ડની કંટ્રોલિંગ માટે વિશેષ ફિચર્સ છે. આ એપ વિશે જાણકારી આપવા માટે SBIએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ પણ કર્યુ છે. SBI ક્વિક આમ તો મિસ્ડ કૉલ અને SMS બેંકિંગની સુવિધા છે પરંતુ તેની એપ છે જેનાથી તમે સરળતાથી SBIની સુવિધાનો લાભ લઇ શકશો. આમ તો SBI ક્વિકમાં બાકીની SBI એપ્સની જેવા જ ફિચર્સ છે પરંતુ ATM કાર્ડ માટે અલગ સુવિધા છે.

સંપૂર્ણ રીતે છે સિક્યોર:

વાસ્તવમાં આ એપથી પોતાના ATM કાર્ડને બ્લોક કરવા ON-OFF કરવા અને ATMની પિનને જનરેટ કરવાની સુવિધા આપશે એટલે કે તેની મદદ તમે કાર્ડની સિક્યોરિટીનું ખાસ ધ્યાન રાખી શકશો. જોકે આ એપનો ઉપયોગ ત્યારે જ થશે જ્યારે ડાઉનલોડ એપમાં બેંકમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર જ હોય.
 

બ્લોક પણ કરી શકાશે કાર્ડ:

જો તમારું ATM કાર્ડ ખોવાઇ ગયું હોય અને તમે બ્લોક કરાવવા ઇચ્છો છો તો તમારે એપના 'ATM કમ ડેબિટ કાર્ડ' ફિચરમાં જઇ 'ATM કાર્ડ બ્લોકિંગ સિલેક્ટ કરવાનું રહેશે. આ માટે તમારે કાર્ડના છેલ્લા 4 નંબર એન્ટર કરીને કંટીન્યૂ પર સિલેક્ટ કરવાનું રહેશે. આ સિવાય SMSની મદદથી તમારે BLOCK-- space-- ડેબિટ કાર્ડના છેલ્લા 4 ડિજિટ લખીને  567676 પર SMS કરવાનું રહેશે.

ATMને કરો ON-OFF:

ATM કાર્ડને કોઇ પણ ATM મશીન POS મશીન ઇ-કોમર્સ ઇન્ટરનેશલ અને ડૉમેસ્ટિક ઉપયોગ માટે સ્વિચ ON-OFF કરી શકો છો. આ માટે એપના 'ATM કમ ડેબિટ કાર્ડ' ફિચરમાં જઇ કાર્ડના છેલ્લા 4 ડિજિટ એન્ટર કરી ATM કાર્ડ ON-OFF પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમે ઑપ્શન સિલેક્ટ કરી શકશો અને સ્વિચ ON-OFF કરી શકશો. આ સાથે જ જો તમે મેસેજ કરવા ઇચ્છો છો તો તમારે SMS 09223588888  પર મોકલવાનો રહેશે. ATM ટ્રાન્જેક્શનને સ્વિચ ઑન કરવા માટે - SWONATM-- space-- કાર્ડના છેલ્લા 4 ડિજિટ અને સ્વિચ ઑફ કરવા માટે - SWOFFATM-- space--કાર્ડના છેલ્લા 4 ડિજિટ એન્ટર કરવાના રહેશે.

આ ફિચર્સ પણ મળશે:

ATM કંટ્રોલિંગ સિવાય SBI ક્વિકમાં બેલેન્સ ઇન્કવાયરી મિની સ્ટેટમેન્ટ કાર લોન- હોમ લોનની ડિટેલ મેળવી શકશો. PM સોશ્યલ સિક્યોરિટી સ્કીમ્સમાં એનરૉલમેન્ટ એકાઉન્ડટ ડિરિજિસ્ટર કરવા એકાઉન્ટ સ્ટેટમેન્ટ હોમ લોન ઇન્ટ્રેસ્ટ સર્ટિફિકેટ અને એજ્યુકેશન લોન સર્ટિફિકેટ ઇ-મેલની મદદથી મેળવવાની સુવિધા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ