ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / congress-led-by-rahul-gandhi-will-fight-for-first-time-with-lowest-seats

NULL / રાહુલ ગાંધીની આગેવાનીમાં આઝાદી બાદ કોંગ્રેસ પ્રથમવાર સૌથી ઓછી બેઠકો સાથે ઉતરશે મેદાને!

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. 2019ની લોકસભાની ચૂંટણી ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતત્વમાં લડશે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા ભાજપને બીજી વખત કેન્દ્રમાં જીત અટકાવવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. 2019ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં લડવાની છે.

મળતી માહિતી મુજબ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ કોંગ્રેસ માત્ર 250 બેઠકો પર ચૂંટણી લડશે. અત્યાર સુધીની સૌથી ઓછી બેઠકો સાથે કોંગ્રેસ 2019ની ચૂંટણીમાં મેદાને ઉતરશે. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની આગેવાનીમાં રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. એ.કે.એન્ટોનીની આગેવાનીમાં એક કમિટી પણ તૈયાર કરાઈ છે.

PM મોદીની આગેવાની હેઠળ કેન્દ્રમાં સતત બીજી વખત ભાજપના સંભવિત વિજયને અટકાવવા માટે કોંગ્રેસ એક નવો વ્યુહ ઘડી કાઢ્યો છે. હવે પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ 2019ની લોકસભાની ચૂંટણીમા ઓછી બેઠકો સાથે મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે. સુત્રોનુ માનીએ તો કોંગ્રેસ 250 સીટો પર મહત્વની સામાન્ય ચૂંટણી લડે તેવી ધારણા છે જે આઝાદી પછી કોંગ્રેસની સૌથી ઓછી સીટો પર લડવાનો વિક્રમ હશે. 

રાહુલ ગાંધીની આગેવાનીમા પાર્ટીએ આગામી લોકસભાની ચૂંટણી માટે અન્ય રાજકીય પાર્ટી સાથે સીટ શેરિંગ અંગેની રૂપરેખા તૈયાર કરી દીધી હોવાનુ મનાય છે. આ ચૂંટણી માટેનો રોડમેપ તૈયાર કરવા માટે કોંગ્રેસ દ્વારા એક ટીમ તૈયાર કરાઇ છે જેની આગેવાની એ.કે એન્ટોનીની હેઠળ રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ