ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો ચમકારો, હવામાન વિભાગની ચેતવણી

હવામાન અપડેટ / ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો ચમકારો, હવામાન વિભાગની ચેતવણી

Published By: Vishal Khamar

Last Updated: 09:40 AM, 21 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધશે. કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

ADVERTISEMENT

ભારતીય હવામાન વિભાગે ઠંડી વધવાને લઈને આગાહી કરતા જણાવ્યું હતું કે, દિલ્હી-NCR માં લોકો ભારે ઠંડી અને ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. ગાઢ ધુમ્મસને કારણે આજે દ્રશ્યતા ઓછી રહેવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દિલ્હીમાં દિવસનું તાપમાન 17 થી 18 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે. રાત્રિ અને સવારનું તાપમાન 10 થી 13 ડિગ્રી સુધી ઘટી શકે છે.

Weather Forecast : જો તમે પણ આ વીકેન્ડમાં ક્યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે છે. વાસ્તવમાં ઉત્તર અને પૂર્વ ભારતના મોટા ભાગના રાજ્યોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે, જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થવાથી શિયાળો વધુ કડક બન્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ પશ્ચિમી વિક્ષેપના કારણે પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને ભારે હિમવર્ષા થવાની સંભાવના છે.

મેદાની વિસ્તારોમાં પણ ઠંડી અને ગાઢ ધુમ્મસે સામાન્ય જીવનને મુશ્કેલ બનાવી દીધું છે. પંજાબ, હરિયાણા, દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં શીત લહેર સાથે ઘનઘોર ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિના કારણે રસ્તા, રેલ અને હવાઈ મુસાફરી ભારે અસરગ્રસ્ત બની છે.

ફ્લાઇટ અને ટ્રેન સેવાઓ ખોરવાઈ

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ધુમ્મસ અને ઓછી દૃશ્યતાના કારણે 150થી વધુ ફ્લાઇટ્સ મોડું પડી છે અથવા રદ કરવામાં આવી છે. ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઈ છે અને ઘણી લાંબા અંતરની ટ્રેનો કલાકો સુધી મોડું ચાલી રહી છે. રસ્તાઓ પર વાહનચાલકોને પણ ધીમી ગતિએ ચાલવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે.

આગામી દિવસોની હવામાન આગાહી

IMD મુજબ આગામી કેટલાક દિવસો સુધી ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગાઢ થી ખૂબ જ ગાઢ ધુમ્મસ, શીત લહેર અને ઠંડા દિવસોની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. પંજાબમાં 20 ડિસેમ્બરની સવાર સુધી ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને બિહારમાં 21 ડિસેમ્બર સુધી ધુમ્મસ રહી શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 22 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે. 24 અને 25 ડિસેમ્બરે ફરીથી કેટલાક રાજ્યોમાં ધુમ્મસ જોવા મળી શકે છે.

યુપી-બિહારમાં ઠંડા દિવસોની શક્યતા

ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક વિસ્તારોમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનમાં પણ આવનારા દિવસોમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ગુજરાતમાં પણ તાપમાન થોડું ઘટવાની શક્યતા છે, જ્યારે મહારાષ્ટ્ર, મધ્ય ભારત અને ઉત્તરપૂર્વ ભારતમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

આ પણ વાંચો : ડંકી રૂટ મામલે મોટી કાર્યવાહી, EDએ 13 સ્થળોએ પાડ્યા દરોડા, કરોડોનો સમાન જપ્ત

શીત લહેર અંગે ચેતવણી

હવામાન વિભાગે તેલંગાણા, કર્ણાટક અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં શીત લહેરની ચેતવણી આપી છે. સાથે જ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં આગામી પાંચ દિવસ સુધી છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cold Storm Weather Update North India

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ