Celebrities Shared Photographs and videos On Mothers Day
સ્પેશિયલ /
તમારા ફેવરિટ સેલેબ્સે આ રીતે સેલિબ્રેટ કર્યો મધર્સ ડે, મા સાથે કરી ફોટોઝ શૅર
Team VTV02:00 PM, 10 May 20
| Updated: 02:14 PM, 10 May 20
મા એટલે મા, બીજા બધા વગડાના વા. આ કહેવતથી આપણે બધા વાકેફ જ છીએ. સમગ્ર વિશ્વમાં આજે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. બોલિવુડ સ્ટાર્સ પણ લૉકડાઉન દરમિયાન પોતાના અંદાજમાં મધર્સ ડેનું સેલિબ્રેશન કરી રહ્યા છે. જાણો તમારા ફેવરિટ સેલેબ્સ શું કરી રહ્યા છે.
તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર ડેબ્યૂ કરેલી કરિના કપૂર ખાને પોતાના દિકરા તૈમૂરની સાથે ફોટો શૅર કર્યો છે. આ ફોટો શૅર કરતા કરિનાએ કહ્યુ કે, ''આ ફોટો મધર્સ ડે વિશે બધુ જ કહે છે.. દર બીજો દિવસ ટિમ સાથે..'' કરિનાની બહેન કરિશ્માએ પણ પોતાની માતા અને બહેન સાથે ફોટો શૅર કરતા મધર્સ ડે વિશ કર્યુ હતુ.
આ સિવાય રિદ્ઘિમા કપૂરે માતા નીતૂ કપૂરની સાથે ફોટો શૅર કરતા લખ્યુ કે, ''પ્રેમ અને માત્ર પ્રેમ મા. હેપી મધર્સ ડે.'' આ સાથે સારા અલી ખાને પણ પોતાની મમ્મી અને નાની સાથે ફોટો શૅર કરીને શુભેચ્છા આપી છે. સોહા અલી ખાને પોતાની મમ્મી શર્મિલા ટાગોર સાથે ફોટો શૅર કર્યો છે, જેમાં લખ્યુ કે, હેપ્પી મધર્સ ડે. મા બનવુ સરળ નથી, જો એમ હોય તો પિતાએ જ તે ફરજ નિભાવી હોત.
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પોતાની માતા અને પોતાની વાઇફ અનુષ્કાની માતા સાથે ફોટો શૅર કર્યો છે. અનુષ્કા શર્માએ પણ બે અલગ અળગ ફોટો મુકીને મધર્સ ડેની શુભેચ્છા આપી છે. એક ફોટોમા અનુષ્કા પોતાની મમ્મી સાથે તો બીજામાં સાસુ તથા મમ્મી સાથે જોવા મળે છે.
અક્ષય કુમારની પત્ની અને બોલિવુડ એક્ટ્રેસ ટ્વિકંલ ખન્નાએ પણ પોતાના દિકરા અને દિકરી સાથે ફોટો શૅર કરી છે. આયુષ્માન ખુરાનાએ એક ખાસ ગીત બનાવીને મધર્સ ડે વિશ કર્યુ છે.
વિક્કીએ પોતાની માતા સાથે ચાઇલ્ડહૂડ ફોટો શૅર કર્યો છે. અને લખ્યુ કે, ''અત્યાર સુધી બચતો આવ્યો છું તેને આવતા રહેવા દેજો મા.. લવ યૂ''. થોડા સમય પહેલા માતા બનેલી શિલ્પાએ દિકરા અને દિકરી સાથે ફોટો શૅર કરતા લખ્યુ છે કે, ''તમે બંને મને પૂર્ણ કરો છો. મને પસંદ કરવા માટે આભાર. બધી જ મમ્મીઓનુ હેપ્પી મધર્સ ડે.''