ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 'દીકરી સામે કપડાં કાઢતો, મોઢામાં ડૂચો મારી દુષ્કર્મ આચર્યું, રાજકોટમાં હિંદુ મહિલા સાથે વિધર્મીનું દુષ્કર્મ
Last Updated: 08:59 PM, 15 May 2026
ADVERTISEMENT
રાજકોટમાં એક મહિલાએ બિનહિન્દુ હેડ કોન્સ્ટેબલ ઈમરાન રાઉમા સામે ગંભીર આરોપો લગાવતા મામલો ગરમાયો છે. પીડિત મહિલાના જણાવ્યા મુજબ આરોપીએ ઓળખાણ અને વિશ્વાસનો લાભ લઈને તેના પર દુષ્કર્મ આચર્યું, મારપીટ કરી તેમજ આપત્તિજનક વીડિયો બનાવી બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
ઈમરાન રાઉમા ઘરમાં ઘૂસીને તેના પર બળજબરી કરતોઃ મહિલા
મહિલાએ આક્ષેપ કર્યો છે કે આરોપી ઈમરાન રાઉમા ઘરમાં ઘૂસીને તેના પર બળજબરી કરતો હતો અને વારંવાર ધમકીઓ આપતો હતો. એટલું જ નહીં, મહિલાની સગીર દીકરી સાથે પણ અડપલાં કર્યાના આરોપો સામે આવ્યા છે. પીડિતાના જણાવ્યા મુજબ આરોપી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાંબા સમયથી માનસિક ત્રાસ આપતો હતો.
ADVERTISEMENT
મહિલા કેમેરા સામે રડી પડી
ADVERTISEMENT
આ ઘટનાને લઈને પીડિત મહિલા કેમેરા સામે રડી પડી હતી અને સમગ્ર આપવીતી વર્ણવી હતી. મામલો બહાર આવતા હિંદુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પીડિતાએ મદદ માટે વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક કરતા સંગઠન આગળ આવ્યું અને મહિલાને કાનૂની સહાય પૂરી પાડી હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી
ADVERTISEMENT
સંગઠનના કાર્યકરોએ મહિલાના આરોપોના આધારે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવામાં મદદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી ઈમરાન રાઉમાને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચોઃ કેવું રહેશે 2026નું વર્ષ? વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો ક્યારે આવશે?
ADVERTISEMENT
કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ
હિંદુ સંગઠનો અને પીડિત પરિવારે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ મહિલાઓની સુરક્ષા અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની જવાબદારી અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો