ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / કેવું રહેશે 2026નું વર્ષ? વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો ક્યારે આવશે?
Last Updated: 07:04 PM, 15 May 2026
ADVERTISEMENT
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી કાળઝાળ ગરમી વચ્ચે હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ આગામી દિવસોમાં ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની સંભાવના
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 18 મેથી 23 મે દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સાથે જ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT

તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે
ADVERTISEMENT
હવામાન વિભાગના અનુમાન મુજબ આ સમયગાળા દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે અને લોકોને ઉકળાટભરી ગરમીમાંથી રાહત મળશે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની પણ શક્યતા છે.
ખેડૂતો માટે પણ આ આગાહી મહત્વપૂર્ણ
ADVERTISEMENT
ખેડૂતો માટે પણ આ આગાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નિષ્ણાંતોના મતે પ્રિ-મોન્સૂન વરસાદ ખેતી માટે અનુકૂળ સાબિત થઈ શકે છે, જોકે ભારે પવનને કારણે કાચા પાક અને બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ જૂનાગઢના ખંભાળીયાના ડાયરામાં ગોપાલ સાધુ અને જીગ્નેશ બારોટ પર થયો રૂપિયાનો ઢગલો, કલાકારો દટાયા નોટોમાં
ADVERTISEMENT
રાજ્યના નાગરિકોને હવામાનમાં અચાનક ફેરફારને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો