બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / આ શેરમાં ઇન્વેસ્ટ કરનારા થઇ ગયા માલામાલ! માત્ર 5 દિવસમાં આપ્યું 965% રિટર્ન

બિઝનેસ / આ શેરમાં ઇન્વેસ્ટ કરનારા થઇ ગયા માલામાલ! માત્ર 5 દિવસમાં આપ્યું 965% રિટર્ન

Shilpa Parmar

Last Updated: 03:34 PM, 17 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Multibagger Stock : જો તમારે પણ શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું છે તો આ એક શેરમાં પૈસા લગાવો અને થઈ જશો માલામાલ. આ શેરમાં બુધવારે એક જ દિવસે 19 ટકાનો વધારો જોવા મળ્યો છે. જાણો કઈ કંપનીનો છે આ શેર?

શેરબજારમાં સમજદારી જેટલી જરૂરી છે તેટલી જ કિસ્મત પણ જરૂરી છે. અનિશ્ચિતતાથી ભરેલા આ ખેલમાં ક્યારે કોને લોટરી લાગી જાય અને ક્યારે કોઈ ઠન ઠન ગોપાલ થઈ જાય, એ પહેલાંથી કહી શકાતું નથી. “નો રિસ્ક નો ગેન” નો ફોર્મ્યુલો શેર બજારમાં લાગુ પડે છે.

માલામાલ કરનાર શેર

હાલ શેર બજારમાં ટાઈગર લોજિસ્ટિક્સના શેરમાં બુધવારે 19 ટકાની તેજી જોવા મળી હતી. એક વર્ષ પહેલાં આ કંપનીના શેરમાં ભારે ઘટાડો આવ્યો હતો. પરંતુ જો ગત પાંચ વર્ષના રિટર્ન પર નજર કરીએ તો આ શેરે 965 ટકા સુધીનું રિટર્ન આપી રોકાણકારોને માલામાલ કરી દીધા છે.

stock-market-simple

NSEના આંકડાઓ

NSE પર લિસ્ટ થયા બાદ કંપનીના શેરમાં જોરદાર મજબૂતી જોવા મળી. સ્મોલ કેપ કેટેગરીની આ કંપનીના શેરે બુધવારે દિવસભર ચાલેલા વેપારમાં લગભગ 19 ટકા સુધીનો ઉછાળો દર્શાવ્યો હતો.

કાલથી NSE પર વેપાર

ગુરુવાર, એટલે કે 18 સપ્ટેમ્બરથી ટાઈગર લોજિસ્ટિક્સ NSE પર ટ્રેડ થશે. સ્ટોક એક્સચેન્જમાં કંપની તરફથી 10.57 કરોડથી પણ વધુ શેર ટ્રેડિંગ માટે મંજૂર કરવામાં આવ્યા છે. NSE પર લિસ્ટિંગને કંપનીએ પોતાની સફળતાની સફરમાં એક મોટું પગથિયું ગણાવ્યું છે.

STOCK-MARKET-1

કંપનીનું માનવું છે કે આ પગલાથી બજારમાં તેમની ઓળખ મજબૂત થશે, રોકાણકારોનો વિશ્વાસ વધશે અને શેરની ખરીદી-વેચાણની સ્થિતિ વધુ સારી બનશે. ઉપરાંત, કંપનીના ભવિષ્યના વિસ્તરણમાં પણ આ લાભદાયી સાબિત થશે.

વધુ વાંચો : વિચાર્યા વગર લગાવો દાવ! આ કંપનીના શેર જશે 150 રૂપિયાને પાર, એક્સપર્ટનું 'બાય' રેટિંગ

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NSE new listing stocks 2025 Tiger Logistics Multibagger Stock
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ