બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 94.03 પ્રતિ ડોલરના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો રૂપિયો, આજે 50 પૈસા ઘટ્યો

બિઝનેસ / 94.03 પ્રતિ ડોલરના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો રૂપિયો, આજે 50 પૈસા ઘટ્યો

Ajitsinh Jadeja

Last Updated: 06:16 PM, 23 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rupee vs Dollar: ગયા અઠવાડિયે શુક્રવારે રૂપિયો 64 પૈસા ઘટીને 93.53 પ્રતિ ડોલર પર બંધ થયો હતો, જેનાથી 93ના સ્તરને વટાવી ગયો હતો.

કાચા તેલના ભાવમાં તીવ્ર વધારો અને વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે ભારતીય રૂપિયો સતત નીચે તરફ જઈ રહ્યો છે. સોમવારે રૂપિયો 50 પૈસા ઘટીને 94.03 (કામચલાઉ) પ્રતિ ડોલરના તેના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચ્યો છે. આ પહેલી વાર છે જ્યારે રૂપિયો તુટીને પ્રતિ અમેરિકન ડોલર સામે 94ના સ્તરને પાર કરી ગયો છે.

વિદેશી મુદ્રા કારોબારીઓના મતે મજબૂત અમેરિકન ડોલર અને સ્થાનિક શેરબજારોમાં ભારે ઘટાડાએ પણ રૂપિયા પર દબાણ બનાવ્યું છે. ઇંટરબેંક ફોરેન કરેંસી એક્સચેંજ માર્કેટમાં રૂપિયો 93.84 પર ખુલ્યો અને દિવસભર ઘટાડા સાથે રહ્યો, આખરે 94.03 (કામચલાઉ) પર સ્થિર થયો, જે તેના અગાઉના બંધ કરતા 50 પૈસા ઓછો છે.

શુક્રવારે રૂપિયો 64 પૈસા તુટ્યો હતો

ગયા અઠવાડિયે શુક્રવારે રૂપિયો 64 પૈસા તુટીને 93.53 પ્રતિ ડોલર પર બંધ થયો હતો, જેનાથી તે 93 ના સ્તરને પાર કરી ગયો. જાણકારોના મત્તે "પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને નબળા સ્થાનિક બજારો વચ્ચે રૂપિયો પહેલીવાર 94 ના સ્તરને પાર કરી ગયો છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા વેચાણને કારણે પણ રૂપિયા પર દબાણ આવ્યું છે."

vtv app promotion

આ પણ વાંચોઃ વૈશ્વિક તણાવની અસર: સેન્સેક્સ 1800 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટીમાં પણ મોટો કડાકો

જાણકારોનું કહેવું છે વૈશ્વિક પરિસ્થિતિઓ અને ભૂ-રાજકીય તણાવને કારણે રૂપિયા પર દબાણ ચાલુ રહી શકે છે. જો કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા સમયાંતરે હસ્તક્ષેપ રૂપિયાને નીચા સ્તરે સહારો આપી શકે છે. તેમણે અંદાજ લગાવ્યો હતો કે યુએસ ડોલર સામે રૂપિયાનો હાજર ભાવ 93.60 થી 94.40 ની રેન્જમાં રહી શકે છે.

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US dollar Rupee vs Dollar Indian currency
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ