બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:42 PM, 23 March 2026
Stock Market Crash: આજે વૈશ્વિક બજારોમાંથી મળતા નકારાત્મક સંકેતો વચ્ચે આજે ભારતીય શેર બજાર ખૂલતાની સાથે જ તૂટી પડ્યું હતું. ઈરાન અને યુએસ-ઈઝરાયેલના વધતાં જતાં સંઘર્ષને લઈને મધ્ય પૂર્વમાં વધતાં જતાં તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં થતાં વધારાને લીધે આજે અઠવાડિયાના પહેલા જ ટ્રેડિંગ દિવસે બજારને ભારે મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે માર્કેટ ખૂલતાની સાથે જ 180 પોઇન્ટ્સનો મોટો કડાકો નોંધાયો છે.
ADVERTISEMENT
સોમવારે અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં ભારે અસ્તવ્યસ્તતા જોવા મળી. જેમાં વૈશ્વિક બજારોમાંથી મળતા નકારાત્મક સંકેતો અને મધ્ય પૂર્વમાં વધતા જતાં ભૂરાજકીય તણાવનો મોટો પ્રભાવ જોવા મળ્યો. ખાસ કરીને ઈરાન અને યુએસ-ઇઝરાયલ જોડાણ વચ્ચે વધતા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો. જેના કારણે રોકાણકારોમાં ભયનો માહોલ સર્જાયો. બજાર ખુલતાની સાથે જ વેચવાલીનો દબાણ વધતા મુખ્ય સૂચકાંકો તૂટી પડ્યા અને સમગ્ર બજાર સેન્ટિમેન્ટ મંદી તરફ વળ્યું.
ADVERTISEMENT
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર આધારિત સેન્સેક્સ 73732 પર ભારે ઘટાડા સાથે ખુલ્યો. જે તેના અગાઉના 74532.96 ના બંધ સ્તર કરતાં નોંધપાત્ર નીચું હતું. બજાર શરૂ થયા પછી થોડા જ સમયમાં ઘટાડો વધુ તીવ્ર બન્યો અને સેન્સેક્સ લગભગ 1600 પોઈન્ટ ઘટીને 72977 પર આવી ગયો. આ ગાબડો અહીં અટક્યો નહીં અને થોડા જ સમયમાં તે 1800 પોઈન્ટથી વધુ તૂટીને 72724 ના સ્તરે ટ્રેડ થવા લાગ્યો. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 22824 પર ખુલ્યો અને થોડી જ વારમાં લગભગ 480 પોઈન્ટના ઘટાડા સાથે 22634 સુધી ગબડી ગયો. જે રોકાણકારોની ચિંતાને વધુ ઊંડી બનાવે છે.
ADVERTISEMENT
બજારમાં થયેલા આ અચાનક ગાબડાની તીવ્રતા એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે BSE લાર્જકેપ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ તમામ 30 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ખાસ કરીને મેટલ, બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી. ટાટા સ્ટીલમાં લગભગ 4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. જ્યારે SBIમાં 3 ટકા જેટલો ઘટાડો થયો. બજાજ ફાઇનાન્સ, HDFC બેંક, ઇન્ડિગો, ટાઇટન, BEL અને અદાણી પોર્ટ્સ જેવા મોટા શેરોમાં પણ 2 થી 3 ટકા સુધીની ગિરાવટ નોંધાઈ. જે બજારની નબળી સ્થિતિને દર્શાવે છે. રોકાણકારો જોખમ ટાળવા માટે મોટા પાયે વેચવાલી તરફ વળતા દેખાયા.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારતીય બજાર પર વૈશ્વિક પરિસ્થિતિનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળ્યો. એશિયાના મુખ્ય બજારોમાં પણ ભારે ઘટાડો નોંધાયો. જેમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 4.10 ટકા ઘટીને 50800 પર ટ્રેડ થઈ રહ્યો હતો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ લગભગ 3 ટકા તૂટીને 24532 પર પહોંચ્યો. જ્યારે દક્ષિણ કોરિયાનો KOSPI ઇન્ડેક્સ 5.10 ટકા સુધી ગબડ્યો. યુરોપિયન બજારોમાં પણ નબળાઈ જોવા મળી. જ્યાં DAX, CAC અને FTSE-100 સૂચકાંકોમાં અનુક્રમે 2.01%, 1.90% અને 1.50% નો ઘટાડો નોંધાયો. આ વૈશ્વિક મંદીનો માહોલ ભારતીય બજાર પર સીધી અસર કરતો જોવા મળ્યો. જેના કારણે રોકાણકારોમાં ભય અને અનિશ્ચિતતા વધી છે.
ADVERTISEMENT
(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.