ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood couple Arjun-Malaika's breakup talk of town

બ્રેકઅપ / બોલિવૂડમાં ચર્ચિત જોડી અર્જુન-મલાઇકાનાં બ્રેકઅપની ચર્ચા, એકાંતમાં જતી રહી દુ:ખી અભિનેત્રી

Published By: Khyati

Last Updated: 05:12 PM, 12 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડની સૌથી ચર્ચિત અને હોટ જોડી ગણાતી મલાઇકા અરોરા- અર્જુન કપૂર વચ્ચેના સંબંધો પર પૂર્ણવિરામ મુકાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.

ADVERTISEMENT

  • બોલિવુડની હોટ જોડી મલાઇકા-અર્જુન કપૂરના બ્રેકઅપની ચર્ચા
  • મલાઇકા 6 દિવસથી નથી નીકળી ઘરની બહાર
  • અર્જુન મલાઇકાને મળવા તેના ઘરે પણ જતો નથી 

બોલિવુડની હોટ જોડી ગણાતી મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેક અપ થઇ ગયુ છે. આ વાત જરા શોકિંગ છે પરંતુ મળતી માહિતી મુજબ હાલમાં આ આ હોટ કપલે એકબીજાથી દૂર બનાવી લીધી હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે.  છેલ્લા એક અઠવાડિયાથી આ બંને વચ્ચે કંઇપણ ઠીક નથી.થોડા સમય પહેલા જ આ કપલે વેકેશન પર ગયુ હતુ. બંને સાથે હોય તેવા ફોટો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા અને હવે અચાનક જ સામે આવી રહ્યુ છે કે મલાઇકા અને અર્જુન અલગ થઇ ગયા..

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

અર્જુન મલાઇકાના ઘરે પણ ન ગયો

મળતી માહિતી મુજબ  મલાઇકા છેલ્લા 6 દિવસથી ઘરમાં જ છે. તેણે બહારની દુનિયાથી દૂરી બનાવી દીધી છે. તે પોતાના ઘરમાં જ આઇસોલેટ થઇ ગઇ છે. તે ઘણી દુઃખી હોવાથી તેણે બહારની દુનિયાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે  અર્જુન પણ મલાઇકાને તેના ઘરે મળવા જતો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અર્જુન ત્રણ દિવસ પહેલા તેની બહેન રિયા કપૂરના ઘરે ડિનર માટે પહોંચ્યો હતો. રિયાનું ઘર મલાઈકાના ઘરની ખૂબ નજીક છે, પરંતુ તેમ છતાં અભિનેતા મલાઈકાને તેના ઘરે મળવા ગયો ન હતો, પરંતુ રિયાના ઘરેથી ડિનર કર્યા પછી તે તેના ઘરે પાછો ફર્યો હતો. 

બ્રેક અપ અંગે નથી કરી સ્પષ્ટતા

સામાન્ય રીતે અર્જુન અને મલાઈકા ડિનર ડેટ અથવા કોફી ડેટ પર પણ જતા હોય છે, પરંતુ કેટલાક સમયથી બંને એકબીજાને મળ્યા પણ નથી. આ બધી બાબતો પરથી એવું લાગે છે કે કપલ માટે કંઈ સારું નથી ચાલી રહ્યું. મહત્વનુ છે કે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ્સમાં થાય છે. તેમના સંબંધો વિશે સાંભળીને ચાહકો ખૂબ જ ખુશ થયા હતા. જો કે બંને વચ્ચે એજ ગેપને લઇને લોકોએ તેમની ટીકા પણ કરી હતી. આઅંગે તેઓએ સ્પષ્ટ જણાવ્યુ હતુ કે ઉંમરનો કોઇ ફરક અમને નથી પડતો. જો કે હવે સમાચાર એવા મળી રહ્યા છે કે બંનેએ પોતાનો રસ્તો અલગ કરી દીધો છે. જો કે આ અંગે મલાઇકા કે અર્જુન કપૂરે કોઇ સ્પષ્ટતા આપી નથી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Arjun Kapoor Bollywood Malaika Arora બ્રેકઅપ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ