ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / bollywood celebs Mourn Sushma Swaraj On Twitter

શ્રદ્ઘાંજલિ / સુષ્મા સ્વરાજના નિધનથી બોલિવુડ જગત શોકમાં, દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું 'મહાન નેતા હતા'

Published By: vtvAdmin

Last Updated: 10:09 AM, 7 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને ભારતની પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે 67 વર્ષની ઉંમરમાં AIIMSમાં નિધન પામ્યા.

ADVERTISEMENT

સુષમા સ્વરાજના નિધન પછી દેશભરના લોકો શોકમાં છે. સુષમા સ્વરાજના નિધન પર બોલિવુડની હસ્તીઓએ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર શ્રદ્ઘાંજલિ આપી છે.

અમિતાભ બચ્ચન સુષમા સ્વરાજની સાથે ફોટો શૅર કરીને લખ્યુ છે કે, ''એક અત્યંત દુખદ સમાચાર છે. એક પ્રબળ રાજનીતિજ્ઞ, એક મિલનસાર વ્યકિત, એક અદ્બુત પ્રવક્તા, આત્માની શાંતિ માટે પ્રાર્થના.... ''

 

કંગાના રનૌતએ એક એન્ટરટેનમેન્ટ પોર્ટલના સાથે વાતચીત કરતા કહ્યુ કે, ''સુષમા સ્વરાજના નિધનના સમાચાર સાંભળીને ચોંકી ગઇ છું. દેશના મહિલા શક્તિકરણની આઇકૉન અને મહાન નેતા ગુમાવ્યા.''

સિંગર આદનાન સામીએ સુષમા સ્વરાજા સાથે પોતાના પરિવારની મુલાકાત દરમિયાનની ફોટો શૅર કરતા લખ્યુ કે, ''સુષમા સ્વરાજના નિધનના સમાચાર સાંભળીને પરિવારની સાથે હું પણ ચોંકી ગયો છું. મારા માટે તે માં સમાન હતી. ખૂબ જ પ્રેમાળ. અમે હંમેશા યાદ કરીશું.''

બોલિવુડના ડિરેક્ટર સુભાષ ઘાઇએ લખ્યુ કે, ''અમે દેશની દિકરી સુષમાને ગુમાવી દીધી. હું હંમેશા તેમણા વિચાર અને એક્શનની પ્રશંસા કરતો રહીશ, તેમણે દેશ માટે નિસ્વાર્થ ભાવે કામ કર્યુ હતુ.''

સુષમા સ્વરાજને યાદ કરતા સ્વર કોકિલા લતા મંગેશકરે કહ્યુ કે, ''સુષમા સ્વરાજજીના નિધનના સમાચાર સાંભળીને દુખ થયુ. એક શાનદાર, ઇમાનદાર નેતા, ખૂબ જ સંવેદનશીલ વ્યકિત ગુમાવ્યા. આપણે તેમણે હંમેશા યાદ કરીશું.''

એક્ટર સની દેઓલે પણ ટ્વીટ કરતા લખ્યુ કે, ''દેશના સૌથી સારા નેતામાંથી એક હતા અને અમે તેમણે હંમેશા યાદ કરીશું. તમારા પરિવાર અને નજીકના લોકો માટે પ્રાર્થના.''

આ સિવાય  અનુષ્કા શર્મા, અર્જૂન કપૂર, પરિણીતી ચોપરા, આયુષ્માન ખુરાના, રવિના ટંડન, બોમન ઇરાની, રિતેશ દેશમુખ, એકતા કપૂર, રણદીપ હુડ્ડા, દિવ્યા દત્તા, રિચા ચઢ્ઢા, સેલિના જેટલી, હુમા કુરેશી, બાદશાહ,  અને સંજય દત્ત જેવા બોલિવુડની હસ્તીએ તેમના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પોસ્ટ કે ટ્વીટ કરીને સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood national અનુષ્કા શર્મા અમિતાભ બચ્ચન આયુષ્માન ખુરાના લતા મંગેશકર શ્રદ્ઘાંજલિ સુષમા સ્વરાજ tribute

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ