બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / BJP's grand victory celebration in Gandhinagar Kamalam, see pictures
Last Updated: 01:37 PM, 8 December 2022
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. ત્યારે ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પરિણામ પહેલા જ ફટાકડા તેમજ મીઠાઈનો ઓર્ડર આપી દીધો હતો. ત્યારે આજે પરિણામ જાહેર થતા ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે જીત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ઉમેદવારોના કાર્યકરોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ભાજપ-કોંગ્રેસના ઉમેવારો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
કમલમ ખાતે ભાજપના નેતાઓનો જમાવડો
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની મતગણતરી ચાલી રહી છે. ત્યારે ભાજપ પ્રચંડ બહુમતી સાથે જીત તરફ આગળ વધી રહ્યું છે. કમલમ ખાતે ભાજપના કાર્યકરોમાં જશ્નનનો માહોલ જોવા મળી રહ્યો છે અને કમલમ ખાતે ભાજપના નેતાઓનો હાલ જમાવડો જામી રહ્યો છે અને ફટાકડા ફોડી આતિશબાજી પણ કરવામાં આવી રહી છે. તેમજ કાર્યકરો દ્વારા એકબીજાના મીઠાઈ ખવડાવીને જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. કમલમ કાર્યાલય ખાતે અત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા છે ને ઢોલ નગારા સાથે ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.