બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / Politics / વડોદરા / BJP's contender for Vadodara seat Two veterans are expected to fight among the possible names.

Election 2024 / વડોદરા બેઠક પર ભાજપનો દાવેદાર કોણ?, સંભવિત નામોમાં બે દિગ્ગજ બાજી મારશે તેવા એંધાણ

Dinesh

Last Updated: 09:27 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Loksabha Election 2024: વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારોના સંભવિત નામની ચર્ચા ફરી એકવાર તેજ થઈ છે, ગાર્ગી દવે, મોનિકા યાજ્ઞિક અને ભાર્ગવ ભટ્ટના નામની ચર્ચા

Lok Sabha Election 2024 : વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. વડોદરા ભાજપના આંતરિક વિખવાદમાં જાહેર થયેલા ઉમેદવાર રંજનબેન ભટ્ટે ઉમેદવારી પાછી ખેચતા અન્ય ઉમેદવાર કોણ હશે તેને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. છેલ્લા એક મહિનાથી વડોદરા ભાજપનું રાજકારણ અનેકવિધ રીતે ચર્ચામાં રહ્યું છે. ત્યારે વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારોના સંભવિત નામની ચર્ચા ફરી એકવાર તેજ થઈ છે. અત્રે જણાવીએ કે, જે ચર્ચા મુજબ વડોદરા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી ગાર્ગી દવેની પસંદગી થઈ શકે છે.   

વડોદરામાં ભાજપના સંભવિત નામની ચર્ચા
વડોદરા શહેર ભાજપ ઉપાધ્યક્ષ અને RSS બેક ગ્રાઉન્ડ ધરાવતા મોનિકા યાજ્ઞિકને પણ ટિકિટ મળી શકે છે.  જ્યારે પુરૂષ ઉમેદવારને ટિકિટ અપાય તો પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ પણ મજબૂત દાવેદાર ગણી શકાય તેમ છે. વડોદરા બેઠક ઉપર ભાજપને બ્રહ્મ સમાજને ટિકિટ આપવી પડે તેવી સ્થિતિ છે. રંજનબેન ભટ્ટે અનિચ્છા દર્શાવ્યા બાદ ભાજપના સંભવિતોના નામ ઉભર્યા છે

વાંચવા જેવું: ગુજરાતમાં હિટવેવની આગાહીને જોતાં શિક્ષણ વિભાગે શાળાઓને કર્યા આદેશ, આ સુવિધાઓ આપવા સૂચના

રંજનબેન ભટ્ટે શુ કહ્યું ?
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને ભાજપે આ વખતે સતત ત્રીજી વાર લોકસભાની ટિકિટ આપી હતી. જોકે રંજનબેન ઉમેદવાર તરીકે જાહેર થતાં જ ભારે વિવાદ થયો છે. જે બાદમાં હવે આજે તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, મારા લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે, PM મોદીએ મને 10 વર્ષ લોકોની સેવા કરવાનો મોકો આપ્યો છે. આ સાથે હાલમાં ચાલતા વિવાદોને લઈ તેમણે કહ્યું કે, મારા વિશે જે ચલાવવામાં આવ્યું તે ખોટું છે. તેમણે કહ્યું કે, વિવાદ ચાલું રહે તેના કરતા ચૂંટણી ન લડવી સારી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ