બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / bjp cec first candidates list lok sabha chunav 2024 up bihar seating mp cabinet ministers

ચૂંટણી તૈયારી / BJP હાઇકમાન્ડે પોણા ચાર વાગ્યા સુધી કરી બેઠક, આ નેતાઓના કપાઈ શકે પત્તાં: ચોંકાવનારી હશે ભાજપની પહેલી લિસ્ટ

Published By: Dinesh Chaudhary

Last Updated: 06:15 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Loksabha Election 2024: ભાજપ આ વખતે 60થી 70 સાંસદોની ટિકિટ કાપી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા જ કહી ચુક્યા છે કે કમળ દરેક સીટ પર ચૂંટણી લડી રહ્યો છે

ભારતીય જનતા પાર્ટી હવે લોકસભા ચૂંટણીને લઈ એકદમ સક્રિય થઈ ગઈ છે. સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણીથી લઈને ઉમેદવારોના નામો નક્કી કરવા સુધી કામગરી આરંભી દીધી છે. દિલ્હીમાં ગુરુવારે મોડી સાંજથી શુક્રવારની વહેલી સવાર સુધી બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. જેમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંગઠન મહાસચિવ બી એલ સંતોષે પહેલા રાજ્યોની કોર કમિટી સાથે બેઠક યોજી અને સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી. ત્યારબાદ વડાપ્રધાનના નિવાસસ્થાને એક બેઠક પણ યોજાઈ હતી. જેમાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતા. જે બાદમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ એટલે કે સીઈસીની બેઠક યોજાઈ હતી.

બેઠકનો ધમધમાટ
એવું જાણવા મળી રહ્યું છે કે સીઈસીની બેઠકમાં દરેક બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપે દરેક બેઠક માટે વ્યૂહરચના તૈયાર કરવાનું નક્કી કર્યું અને દરેક બેઠક પરથી એવા નેતાને ટિકિટ આપવાનું નક્કી કર્યું કે જેઓ ત્યાંથી જીતવાની સૌથી વધુ શક્યતાઓ ધરાવે છે. જો અન્ય પક્ષમાંથી કોઈ નેતા એવો હોય કે તેમની જીતવાની શક્યતા વધુ હોય તેમને પક્ષ પલટો કરીને ભાજપમાં  લાવવાના પ્રયાસો કરવામાં આવશે. આ માટે રાજ્ય અને ઉચ્ચ સ્તરે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે. 

નવા ચહેરાઓને અપાશે તક
સૂત્રો પાપ્ત માહિતી મુજબ યુપી અને બિહારના કેટલાક કેન્દ્રીય મંત્રીઓની ટિકિટ પણ કપાઈ શકે છે. કહેવાય છે કે મોદી કેબિનેટની બેઠક 3 માર્ચે યોજાવાની છે. જેમાં લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર 2.0ની છેલ્લી કેબિનેટ બેઠક ગણવામાં આવી રહી છે. જે વખતે જે મંત્રીઓને હટાવવામાં આવશે તેની જાહેરાત કેબિનેટની બેઠક બાદ કરવામાં આવે તેવી શક્યતા છે. આ વખતે ભાજપ એવા નેતાઓ પર દાવ લગાવવાના મૂડમાં નથી કે જેઓ બે કે તેથી વધુ વખત ચૂંટણી જીત્યા છે. જૂના થઈ ચૂકેલા સાંસદોની જગ્યાએ નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે.

વાંચવા જેવું: બંગાળવાસીઓને PM મોદીની 7200 કરોડની ભેટ: કહ્યું - 10 વર્ષમાં 150થી વધુ નવી ટ્રેનો અને 5 વંદે ભારત...

ભાજપની પ્રથમ યાદી ચોંકાવનારી હોઈ શકે
ચર્ચા એવી પણ છે કે, ભાજપ આ વખતે 60થી 70 સાંસદોની ટિકિટ કાપી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા જ કહી ચુક્યા છે કે કમળ દરેક સીટ પર ચૂંટણી લડી રહ્યો છે.  આ સ્થિતિમાં ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી ચોંકાવનારી હોઈ શકે છે. પાર્ટી ઓબીસી કેટેગરીના સાંસદોને ઓછી ટિકિટ આપશે. 2019ની ચૂંટણીમાં ભાજપના 303 OBC સાંસદોમાંથી 85એ ચૂંટણી જીતી હતી. આ પહેલા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષે રાજ્યોની કોર કમિટી સાથે બેઠક યોજી હતી અને દરેક સીટ માટે સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Election 2024 bjp meeting loksabha Election 2024 politics news લોકસભા ચૂંટણી 2024 loksabha election 2024

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ