બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / bjp cec first candidates list lok sabha chunav 2024 up bihar seating mp cabinet ministers
Last Updated: 06:15 PM, 1 March 2024
ભારતીય જનતા પાર્ટી હવે લોકસભા ચૂંટણીને લઈ એકદમ સક્રિય થઈ ગઈ છે. સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણીથી લઈને ઉમેદવારોના નામો નક્કી કરવા સુધી કામગરી આરંભી દીધી છે. દિલ્હીમાં ગુરુવારે મોડી સાંજથી શુક્રવારની વહેલી સવાર સુધી બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. જેમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંગઠન મહાસચિવ બી એલ સંતોષે પહેલા રાજ્યોની કોર કમિટી સાથે બેઠક યોજી અને સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી. ત્યારબાદ વડાપ્રધાનના નિવાસસ્થાને એક બેઠક પણ યોજાઈ હતી. જેમાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતા. જે બાદમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ એટલે કે સીઈસીની બેઠક યોજાઈ હતી.
ADVERTISEMENT
Glimpses from BJP Central Election Committee Meeting being held at party headquarters in New Delhi. pic.twitter.com/qu7rp5DQ5j
— BJP (@BJP4India) February 29, 2024
ADVERTISEMENT
બેઠકનો ધમધમાટ
એવું જાણવા મળી રહ્યું છે કે સીઈસીની બેઠકમાં દરેક બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપે દરેક બેઠક માટે વ્યૂહરચના તૈયાર કરવાનું નક્કી કર્યું અને દરેક બેઠક પરથી એવા નેતાને ટિકિટ આપવાનું નક્કી કર્યું કે જેઓ ત્યાંથી જીતવાની સૌથી વધુ શક્યતાઓ ધરાવે છે. જો અન્ય પક્ષમાંથી કોઈ નેતા એવો હોય કે તેમની જીતવાની શક્યતા વધુ હોય તેમને પક્ષ પલટો કરીને ભાજપમાં લાવવાના પ્રયાસો કરવામાં આવશે. આ માટે રાજ્ય અને ઉચ્ચ સ્તરે એક સમિતિની રચના પણ કરવામાં આવી છે.
નવા ચહેરાઓને અપાશે તક
સૂત્રો પાપ્ત માહિતી મુજબ યુપી અને બિહારના કેટલાક કેન્દ્રીય મંત્રીઓની ટિકિટ પણ કપાઈ શકે છે. કહેવાય છે કે મોદી કેબિનેટની બેઠક 3 માર્ચે યોજાવાની છે. જેમાં લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર 2.0ની છેલ્લી કેબિનેટ બેઠક ગણવામાં આવી રહી છે. જે વખતે જે મંત્રીઓને હટાવવામાં આવશે તેની જાહેરાત કેબિનેટની બેઠક બાદ કરવામાં આવે તેવી શક્યતા છે. આ વખતે ભાજપ એવા નેતાઓ પર દાવ લગાવવાના મૂડમાં નથી કે જેઓ બે કે તેથી વધુ વખત ચૂંટણી જીત્યા છે. જૂના થઈ ચૂકેલા સાંસદોની જગ્યાએ નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: બંગાળવાસીઓને PM મોદીની 7200 કરોડની ભેટ: કહ્યું - 10 વર્ષમાં 150થી વધુ નવી ટ્રેનો અને 5 વંદે ભારત...
ભાજપની પ્રથમ યાદી ચોંકાવનારી હોઈ શકે
ચર્ચા એવી પણ છે કે, ભાજપ આ વખતે 60થી 70 સાંસદોની ટિકિટ કાપી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા જ કહી ચુક્યા છે કે કમળ દરેક સીટ પર ચૂંટણી લડી રહ્યો છે. આ સ્થિતિમાં ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી ચોંકાવનારી હોઈ શકે છે. પાર્ટી ઓબીસી કેટેગરીના સાંસદોને ઓછી ટિકિટ આપશે. 2019ની ચૂંટણીમાં ભાજપના 303 OBC સાંસદોમાંથી 85એ ચૂંટણી જીતી હતી. આ પહેલા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષે રાજ્યોની કોર કમિટી સાથે બેઠક યોજી હતી અને દરેક સીટ માટે સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.