બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / BJP candidate's victory in Bhavnagar village, know where other leaders won-lost in Saurashtra
Last Updated: 11:38 AM, 8 December 2022
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. ત્યારે ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પરિણામ પહેલા જ ફટાકડા તેમજ મીઠાઈનો ઓર્ડર આપી દીધો હતો. ત્યારે આજે પરિણામ જાહેર થતા ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે જીત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ઉમેદવારોના કાર્યકરોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર ભાજપ-કોંગ્રેસના ઉમેવારો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી શરૂ કરી દીધી છે.
પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવળિયાની જીત
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક બાદ એક પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે જીત હાંસલ કરી હતી ત્યારે સૌરાષ્ટ્રની ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકી અને જસદણ બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની સામે કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારી છે.
આ હારને હું 100 ટકા સ્વીકારું છું - લલિત વસોયા
ADVERTISEMENT
182 બેઠકોના વલણ પર જ્યાં ભાજપ જંગી જીત હાંસલ કરશે એવું દેખાઈ રહ્યું છે એ જોઇને કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા કહ્યું કે, 'આપ કોંગ્રેસને ડેમેજ કરી રહી છે, જો કોંગ્રેસ અને આપના મતનો સરવાળો કરી તો ભાજપથી વધારે થાય છે. આપ ભાજપની જ બી ટીમ છે અને એ કારણે જ મતનું વિભાજન થયું. આપનની એન્ટ્રીને કારણે કારણે જ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની હાર થઈ રહી છે અને આ હારને હું 100 ટકા સ્વીકારું છું.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.