બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / bihar cm nitish kumar dhananjay singh jdu up lok sabha elections

રાજનીતિ / CM નીતીશ કુમારે UPમાં મોટો દાવ ખેલ્યો, ભાજપ ટેન્શનમાં

Published By: Pravin Joshi

Last Updated: 10:25 AM, 23 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓને જોતા JDUએ મોટો દાવ ખેલ્યો છે. પાર્ટીએ રાજ્યમાં કેસી ત્યાગીની જગ્યાએ ધનંજય સિંહને મહત્વની જવાબદારી સોંપી છે.

  • નીતીશ કુમારે ઉત્તરપ્રદેશમાં મોટો દાવ ખેલ્યો
  • ધનંજય સિંહને યોગીના ગઢમાં મોટી જવાબદારી સોંપી
  • લોકસભા ચૂંટણીને લઈને નીતીશ કુમારે લીધો નિર્ણય

નીતીશ કુમારની પાર્ટી તરફથી ધનંજય સિંહને યુપીમાં જેડીયૂના રાષ્ટ્રીય મહાસચિવ પદની જવાબદારી સોંપવામાં આવી છે. નીતીશ કુમારની પાર્ટીના આ નિર્ણયને હવે મોટા નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં કેસી ત્યાગીીની જગ્યાએ ધનંજયસિંહને JDUના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે. ધનંજય સિંહને મહત્વની જવાબદારી મળવાથી લોકસભા ચૂંટણીમાં JDUને મજબૂતી મળવાની સંભાવના છે. ધનંજય બે વખત ધારાસભ્ય અને એક વખત જૌનપુરથી સાંસદ પણ રહી ચૂક્યા છે. ધનંજય સિંહને જવાબદારી આપવાના નિર્ણયને પૂર્વાંચલમાં જેડીયૂના વિસ્તારથી જોડીને જોવામાં આવી રહ્યો છે. ધનંજય સિંહ પૂર્વાંચલથી જ આવે છે.

કેમ છે મહત્વનો છે નિર્ણય?
ત્યારે, જૌનપુર લોકસભા બેઠક પણ પૂર્વાંચલનો જ ભાગ છે. હજુ રાજ્યના આ વિસ્તારની વધુ બેઠકો ભાજપના કબજામાં છે. પરંતુ લોકસભા ચૂંટણી પહેલા આ નીતીશ કુમારનો નવો દાવ મનાય રહ્યો છે. UPની એક ડઝન લોકસભા બેઠકો પર કુર્મી વોટર મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ એક ડઝન બેઠકોમાંથી વધુ પડતી બેઠકો પૂર્વાંચલમાં પડે છે. તેવામાં તેનો ફાયદો JDUને થઈ શકે છે. ધનંજય સિંહની ગણતરી પૂર્વાંચલના બાહુબલિઓમાં થતી રહી છે.

જણાવી દઈએ કે, ધનંજય સિંહ ઠાકુર સમાજથી આવે છે. હાલમાં આ ઠાકુર વોટર્સને ભાજપના કોર વોટર માનવામાં આવે છે. જોકે, JDUએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે લોકસભા ચૂંટણી પહેલા JDU અને સપા વચ્ચે ગઠબંધનના સંકેત મળી રહ્યા છે. આ પહેલા ગત UP વિધાનસભા ચૂંટણીમાં ધનંજય સિંહને JDUના ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha elections Nitish Kumar નીતીશ કુમાર લોકસભા ચૂંટણી Lok Sabha Elections 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ