બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / Big decision of Mowdi Mandal to do damage control in Rajkot
Last Updated: 11:59 AM, 7 April 2024
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણીઓ જાહેર થતા જ ભાજપ-કોંગ્રેસ દ્વારા પોત પોતાનાં ઉમેદવાર જાહેર કરતા ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. થોડા સમય પહેલા ભાજપનાં રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ કરી છે. તો બીજી તરફ રૂપાલા વિવાદને ડેમેજ કંટ્રોલ કરવા કોઈ નજીકના નેતા ન આવતા મોવડી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે.

ADVERTISEMENT
રૂપાલા ટીમમાં હવે રૂપાણી જૂથની એન્ટ્રી મળી
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં રહેતા ક્ષત્રિય સમાજનાં લોકોમાં પરશોત્તમ રૂપાલાએ કરેલ નિવેદનને લઈ રોષ જોવા મળી રહ્યો છે. જેને ધ્યાને લેતા ગત રોજ પરશોત્તમ રૂપાલા દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીથી પરત આવ્યા બાદ મોવડી મંડળ દ્વારા પરશોત્તમ રૂપાલાની ટીમમાં મહત્વનાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં રૂપાલાની પ્રચાર ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં રૂપાલાની ટીમમાં હવે રૂપાણી જૂથને એન્ટ્રી મળી છે. રૂપાલાનાં વિવાદને ડેમેજ કંટ્રોલ કરવા કોઈ નજીકના નેતા ન આવતા.જે બાબત મોવડી મંડળના ધ્યાને આવતા નિર્ણય લેવાયો હતો. રૂપાલા સાથે સોમવારથી નવા ચહેરાઓ જોવા મળશે. આજે રૂપાલા સુરત ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે.
.jpg)
ADVERTISEMENT
ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પડકાર નથીઃ વિજય રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી)
અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ રાજકોટમાં પરશોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી પ્રચાર દરમ્યાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે જોવા મળ્યા હતા. તેમજ વિજય રૂપાણીએ ગત રોજ નિવેદન આપ્યું હતું કે, ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પડકાર નથી. આઝાદી પછી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે. તાજેતરમાં ત્રણ જેટલા સીટીંગ MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. બે કોંગ્રેસના MP અને એક આમ આદમી પાર્ટીનાં MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
.jpg)
ADVERTISEMENT
પરશોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.