ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / bengali tv actress pallavi dey dies by suicide

Breaking News / વધુ એક સેલિબ્રિટીએ કરી લીધી આત્મહત્યા, પંખા સાથે લટકેલી હાલતમાં મળ્યો અભિનેત્રીનો મૃતદેહ

Published By: Pravin

Last Updated: 02:34 PM, 15 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળી ટેલીવિઝન ઈંડસ્ટ્રીઝમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. કલકત્તામાં બંગાળી ટીવી એક્ટ્રેસ પલ્લવી ડેનો મૃતદેહ ફાંસીએ લટકતી હાલતમાંથી મળી આવ્યો છે.

ADVERTISEMENT

  • બંગાળી અભિનેત્રીની લાશ ઘરમાંથી મળી આવી
  • ફાંસીએ લટકેલી હાલતમાં મળ્યો મૃતદેહ
  • આત્મહત્યા કરી હોવાનું કારણ બતાવ્યું

 

બંગાળી ટેલીવિઝન ઈંડસ્ટ્રીઝમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. કલકત્તામાં બંગાળી ટીવી એક્ટ્રેસ પલ્લવી ડેનો મૃતદેહ ફાંસીએ લટકતી હાલતમાંથી મળી આવ્યો છે. આજે સવારે પલ્લવીનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ બાદ તે આત્મહત્યનો મામલો જણાયો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by mistuu (@pallavidey153)

પોલીસે તપાસ શરૂ કરી હતી

આ મામલે પોલીસે અકુદરતી મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પલ્લવીની લાશ તેના ઘરમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પલ્લવીને ફાંસીએ લટકતી જોઈને તરત જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ અફસોસ, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ પલ્લવીએ આ દુનિયાને અલવિદા કહી દીધું. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by mistuu (@pallavidey153)

પલ્લવીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને અભિનેત્રીના આ પગલા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

પલ્લવીની અચાનક આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. પલ્લવી બંગાળી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હતી. તે ટીવી શો 'મોન માને ના'માં લીડ રોલમાં જોવા મળી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Crime News Suicide actress pallavi dey bengali tv actress Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ