ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / બેટરી ખરાબ નથી છતાં ઝડપથી ખતમ થાય છે? ફોનની આ સેટિંગ્સ બેકગ્રાઉન્ડમાં વધુ બેટરી વાપરી રહી હોઈ શકે!
6 ફોટો ગેલેરી
Last Updated: 06:35 PM, 11 September 2026
1/6
સવારે ફુલ ચાર્જ કર્યું અને સાંજ સુધીમાં બેટરી ખતમ? પહેલાં મોબાઈલ આરામથી આખો દિવસ ચાલતો હતો પણ હવે થોડા કલાકમાં જ ડ્રેન થઈ જાય છે? આવી સ્થિતિમાં મોટાભાગના લોકો સીધા બેટરી ખરાબ થઈ ગઈ હોવાનું માની લે છે. પરંતુ ઘણી વાર સમસ્યા બેટરીમાં નહીં પણ ફોનની અમુક રોજિંદી સેટિંગ્સમાં હોય છે. અમુક ફીચર્સ ચુપચાપ પાછળથી ચાલતા રહે છે અને બેટરી ખાઈ જાય છે. જો તમારી બેટરી પણ અચાનક ઝડપથી ઓછી થતી હોય તો આ સેટિંગ્સ એકવાર ચોક્કસ ચેક કરી લો.
2/6
મોબાઈલની સ્ક્રીન બેટરી ખર્ચવાની સૌથી મોટી વસ્તુઓમાંની એક છે. જો તમે સ્ક્રીનની બ્રાઈટનેસ ખૂબ વધારે રાખી હોય તો બેટરી ઝડપથી ઘટી શકે છે. જરૂર મુજબ બ્રાઈટનેસ રાખો અને જ્યાં સુવિધા હોય ત્યાં ઑટો-બ્રાઈટનેસ સેટિંગ ચાલુ કરો જેથી પ્રકાશ અનુસાર ઓટોમેટીક ઘટે-વધે.
ADVERTISEMENT
3/6
4/6
અમુક એપ્સ બંધ કર્યા બાદ પણ બેકગ્રાઉન્ડમાં કામ કરતા રહે છે. આવા એપ્સ ઈન્ટરનેટ વાપરવાની સાથે બૅટરી પણ ખર્ચે છે. ફોનની બૅટરી સેટિંગમાં જઈને જુઓ કે છેલ્લા અમુક સમયમાં કયો એપ સૌથી વધુ બેટરી ખાઈ રહી છે. જે એપ જરૂરથી વધુ બેટરી લઈ રહી હોય તેના વપરાશ અને બેકગ્રાઉન્ડ પરમિશનને ચેક કરી કે લીમીટેડ કરો.
ADVERTISEMENT
5/6
સૌથી સરળ રીત એ છે કે ફોનની બેટરી સેટિંગ ખોલીને જુઓ કે છેલ્લા કેટલાક કલાક કે દિવસમાં કયા એપ કે ફીચરે સૌથી વધુ બેબૅટરી વાપરી છે. જો કોઈ અનનોન એપ સતત વધુ બેટરી ખાઈ રહ્યુ હોય તો તેને અનઈન્સ્ટોલ કરવાનું કે તેની સેટિંગ બદલવાનું વિચારો. જો આ પછી પણ બેટરી ખૂબ ઝડપથી ઘટતી હોય, ફોન જરૂરથી વધુ ગરમ થતો હોય કે બેટરી ફૂલવા જેવી સમસ્યા દેખાતી હોય તો ફોનને સર્વિસ સેન્ટરમાં ચેક કરાવવું વધુ સારું છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ