ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / bangladeshi social media star hero alom detained by police for tuneless singing

હદ કરી ! / બાંગ્લાદેશના હીરોથી કંટાળેલા લોકોએ પોલીસને સોંપી દીધો, લોકોએ કહ્યું- બહું બકવાસ ગીતો ગાય છે !

Published By: Pravin

Last Updated: 03:51 PM, 6 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશના સોશિયલ મીડિયા સ્ટાર હીરો અલોમનો ગીત ગાવાનો શોખ હવે લોકોને ભારે પડી રહ્યો છે.

ADVERTISEMENT

  • બાંગ્લાદેશના સ્ટારની મુશ્કેલી વધી
  • લોકો તેના ગીતો સાંભળીને કંટાળ્યા
  • પોલીસને કરી ફરિયાદ, પોલીસ ઉઠાવીને લઈ ગઈ

બાંગ્લાદેશના સોશિયલ મીડિયા સ્ટાર હીરો અલોમનો ગીત ગાવાનો શોખ હવે લોકોને ભારે પડી રહ્યો છે. કહેવાય છે કે, પોલીસ તેને પકડીને લઈ ગઈ હતી. આઠ કલાક સુધી પૂછપરછ કરી. પોલીસે કહ્યું હતું કે, તે ઢંગ વગરના બકવાસ ગીતો ગાય છે. અલોમે આરોપ લગાવ્યો છે કે, પોલીસે તેેને માનસિક રીતે પ્રતાડિત કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોઈએ તો, અલોમને ફેસબુક પર લગભગ 20 લાખ લોકો ફોલો કરે છે. તેમની યુટ્યૂબ ચેનલ પર 14 લાખથી વધારે સબ્સક્રાઈબર્સ છે. અલોમ ખુદ સિંગર, એક્ટર અને મોડલ ગણાવે છે. પોતાની સિંગિંગ સ્ટાઈલ માટે અલોમ મોટા ભાગે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે. 

લોકોએ હીરો અલોમ વિરુદ્ધ કરી ફરિયાદ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગત અઠવાડીયે અલોમની ફરિયાદ કરી હતી. તેના પર ક્લાસિકલ ગીતો સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. કહેવાય છે કે, તે ખૂબ બકવાસ અને વાહિયાત ગીતો ગાય છે. જે બાદ પોલીસમાં ફરિયાદ આવતા પોલીસ અલોમને ઉઠાવીને લઈ ગઈ હતી. એવું પણ કહેવાય છે કે, પોલીસે અલોમ પાસેથી એક માફીનામા પર સહી કરાવી છે.

આ બાજૂ ઢાકાના ચીફ ડિટેક્ટિવ હારુ ઉર રાશિદે મીડિયાને જણાવ્યું હતું કે, અલોમ વિરુદ્ધ કેટલીય ફરિયાદો મળી હતી. હાલમાં અલોમ પોતાના વીડિયોમાં મંજૂરી વિના પોલીસ વર્દીનો ઉપયોગ કરે છે અને ક્લાસિકલ ગીતો ગાવા માટે માફી માગી છે. હારુને કહ્યું કે, અલોમે ગાયનની પરંપરાની શૈલીને એકદમ બદલી નાખી છે. અલોમે વિશ્વાસ અપાવ્યો છે કે, તે હવે આવું નહીં કરે.

સંકળાયેલા મુદ્દાઓ

Bangladesh Social Media Star alom બાંગ્લાદેશ સોશિયલ મીડિયા સ્ટાર Bangladesh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ