બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આવી રહ્યો છે 9/9/9 નો અદભુત સંયોગ, પરંતુ ભૂલથીયે ન કરતા આ કામ, નહીંતર...!

જ્યોતિષ શાસ્ત્ર / આવી રહ્યો છે 9/9/9 નો અદભુત સંયોગ, પરંતુ ભૂલથીયે ન કરતા આ કામ, નહીંતર...!

Published By: Vidhata Gothi

Last Updated: 03:14 PM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astrology: 9/9/9નો ખાસ સંયોગ ખૂબ જ ઓછો બને છે. આ ત્યારે જ બને છે જયારે કોઈ તારીખમાં 9 ત્રણ વખત આવે છે. સપ્ટેમ્બરમાં આ મહાસંયોગ જલ્દી જ બનવાનો છે. ચાલો આ દિવસે અપનાવવાના નિયમો અને ઉપાય.

આ વર્ષે 9 સપ્ટેમ્બરનો દિવસ ખાસ છે. આ દિવસ જ્યોતિષ પ્રમાણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. 9 સપ્ટેમ્બર 2025નો અર્થ છે 9/9/9. જેમાં 9મી તારીખ, 9મો મહિનો અને વર્ષ 2025નો યોગ 2+0+2+5=9નો સંયોગ બનાવે છે. વર્ષ 2025 મંગળનું વર્ષ છે. 9 અંક મંગળ સાથે સંબંધિત છે, મંગળ ગ્રહ સાહસ, નેતૃત્ત્વ અને પરિવર્તનનો પ્રતિક માનવામાં આવે છે.

numerology

ત્યારે આ વખતે 9 સપ્ટેમ્બરના દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. આ દિવસ અંક જ્યોતિષ પ્રમાણે ખૂબ જ પ્રભાવશાળી અને શક્તિશાળી માનવામાં આવી રહ્યો છે. સંયોગથી આ દિવસે મંગળવાર છે. આ ખાસ સંયોગ સાથે વધુ એક મહા સંયોગ બની રહ્યો છે કે આ દિવસની તારીખ 9/9/9નો જોડ પણ 9 છે. 9+9+9= 27. અને 2+7=9 થાય છે.

9/9/9નો ખાસ સંયોગ ત્યારે બને છે જયારે કોઈ તારીખમાં 9 અંક ત્રણ વાર આવે છે, જેમ કે 9 સપ્ટેમ્બર 2025 (09/09/2025), જે એક મહત્ત્વની તારીખ માનવામાં આવી રહી છે.

numerology (2)

9 સપ્ટેમ્બરની 2025ની તિથિ અને પંચાંગ

આ દિવસે બીજની તિથિ છે. નક્ષત્ર - ઉત્તરાભાદ્રપદ પહેશે, કૃષ્ણ પક્ષ, યોગ - ગણ્ડ, મંગળવાર, ચંદ્ર મીન રાશિમાં રહેશે.

vtv app promotion

અશુભ મુહુર્ત

  • દુષ્ટમુહુર્ત - 08:32:59 થી 09:23:04 સુધી
  • કુલિક - 13:33:28 થી 14:23:33 સુધી
  • કંટક - 06:52:49 થી 07:42:54 સુધી
  • રાહુ કાળ - 15:26:09 થી 17:00:03 સુધી
  • કાળવેલા/ અર્દ્ધયામ - 08:32:59 થી 09:23:04 સુધી
  • યમઘણ્ટ - 10:13:09 થી 11:03:14 સુધી
  • યમગણ્ડ-09:10:33 થી 10:44:27 સુધી
  • ગુલિક કાળ - 12:18:21 થી 13:52:15 સુધી

શુભ મુહુર્ત - અભિજિત - 11:53:19થી 12:43:23 સુધી.

આ પણ વાંચો: આવી ગયો આ જાતકોનો ગોલ્ડન ટાઇમ, વર્ષો બાદ ચંદ્રગ્રહણ પર સર્જાશે અદભુત સંયોગ

9 સપ્ટેમ્બરે 2025 માટેના નિયમો અને ઉપાય

9 સપ્ટેમ્બરે મંગળનો દિવસ છે. સંયોગથી આ દિવસે મંગળવાર છે. મંગલ ગ્રાહને આક્રમકતાનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાયો કરવા અને સાવધાની રાખવી જોઈએ, જેમ કે મુસાફરી કરવાનું ટાળવું. આ દિવસે દુર્ઘ્ત્નાઓની સંભાવના વધી શકે છે એટલે જો જરૂરી ન હોય તો આ દિવસે મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. આ સાથે જ વાહન ચલાવતા સમયે પણ સાવચેત રહેવું જોઈએ. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ. દરેક કામ શાંતિથી કરવા. ગુસ્સા અને વિવાદથી બચવું જોઈએ. દલીલ કે ઝઘડાથી દૂર રહેવું અને ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Coincidence of 9 9 9 9th september 2025 Astrology News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ