ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Chandra-Ketu Yuti: 12 નવેમ્બરે સિંહ રાશિમાં ચંદ્ર-કેતુની યુતી, 3 રાશિઓની કારકિર્દી અને પારિવારિક જીવનમાં વધશે મુશ્કેલી
Last Updated: 07:59 PM, 11 November 2025
ADVERTISEMENT
12 નવેમ્બરની સાંજે ચંદ્ર કર્ક રાશિમાંથી બહાર આવીને સૂર્યની રાશિ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. હાલ કેતુ પહેલેથી જ સિંહ રાશિમાં હાજર હોવાથી, ચંદ્ર અને કેતુનો યુતિ 12 નવેમ્બરથી લઈને 15 નવેમ્બર સુધી રહેશે. આ સંયોગ કેટલાક લોકોના પારિવારિક જીવન, કારકિર્દી અને સ્વાસ્થ્ય પર અસર કરશે. જ્યોતિષ મુજબ, આ સમય દરમિયાન ત્રણ રાશિઓએ ખાસ સાવચેતી રાખવી જોઈએ — વૃષભ, વૃશ્ચિક અને ધનુ રાશિ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ચંદ્ર અને કેતુની યુતિના કારણે વૃષભ રાશિના લોકોના પરિવારિક જીવનમાં મતભેદ ઊભા થઈ શકે છે. ખાસ કરીને માતાપિત વિવાદ કે માતાના સ્વાસ્થ્યમાં ઘટાડો થઈ શકે છે. આત્મવિશ્વાસ ઘટી શકે છે અને પહેલાથી ચાલી રહેલા કામમાં વિક્ષેપ આવી શકે છે. ઓફિસ પોલિટિક્સનો સામનો પણ થઈ શકે છે. ઉપાય: સફેદ કપડાં અને ખાદ્ય પદાર્થોનું દાન કરવું શુભ રહેશે.

ADVERTISEMENT
આ રાશિના જાતકો માટે આ સમય કારકિર્દી માટે અનુકૂળ નથી. તમારા વિરોધીઓ કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી શકે છે. મિલકતના મુદ્દાઓને કારણે ઘરમાં તણાવ શક્ય છે. આ સમયમાં કોઈ પર વધુ વિશ્વાસ ન કરવો અને સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. ઉપાય: રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.
ADVERTISEMENT
આ પણ વાંચો : શું ભારત-આફ્રિકા વનડે સિરીઝમાં શ્રેયસ ઐય્યરની થશે રિએન્ટ્રી? જાણો BCCIનો પ્લાન
ADVERTISEMENT
આ રાશિના વિદ્યાર્થીઓ માટે ધ્યાન કેન્દ્રિત રાખવું મુશ્કેલ બની શકે છે. ખરાબ સંગતથી દૂર રહેવું જરૂરી છે. કારકિર્દી સંબંધિત નિર્ણયો અન્યની સલાહ લઈને લેતા મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. રોજગાર શોધનારાઓ માટે પણ સમય કઠિન બની શકે છે. પરિવારના કોઈ સભ્યની અચાનક તબિયત બગડવાથી તણાવ વધવાની શક્યતા છે. પ્રવાસે જતાં પહેલાં સામાનની સુરક્ષા રાખવી અને વાણી પર નિયંત્રણ જરૂરી છે. ઉપાય: નિયમિત યોગ અને ધ્યાન કરવાથી મન શાંત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો