ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / શું ભારત-આફ્રિકા વનડે સિરીઝમાં શ્રેયસ ઐય્યરની થશે રિએન્ટ્રી? જાણો BCCIનો પ્લાન
Last Updated: 02:16 PM, 11 November 2025
ADVERTISEMENT
Shreyas Iyer Health Update: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી આગામી ODI સીરીઝમાં રમે તેવી શક્યતા ઓછી છે. ઓસ્ટ્રેલિયામાં ત્રીજી ODI દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઐયરને પેટમાં ગંભીર ઇજા થઈ હતી. તેમને તેમના સ્પ્લીનમાં ઇન્જરી થઈ અને ઇન્ટર્નલ બ્લીડિંગ થયું. આ પછી ઐયરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ઘણા દિવસો ICUમાં રાખ્યા પછી ઐય્યરને રજા આપવામાં આવી.
ADVERTISEMENT
🚨 BIG BLOW FOR INDIA 🚨
— Boundary Bro (@BoundaryBro) November 11, 2025
Shreyas Iyer is doubtful for the South Africa ODI series. Reports state he needs over a month to be match-fit after suffering a lacerated spleen with internal bleeding. The BCCI does not want to rush his return...
Wishing him a complete recovery. 🌱 pic.twitter.com/nWGWO0JxXc
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રેયસ ઐયર 30 નવેમ્બરથી શરૂ થનારી સાઉથ આફ્રિકા ODI સીરીઝમાં રમવાની શક્યતા ઓછી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, BCCI અને પસંદગી સમિતિ બંને તેમની વાપસીમાં ઉતાવળ નથી કરવા માંગતા. ઐયરને ભારતની ODI ટીમનો મહત્ત્વનો ભાગ માનવામાં આવે છે અને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમના સૌથી સફળ બેટ્સમેનોમાંથી એક હતો.
UPDATE - Shreyas Iyer sustained an injury to his left rib cage while fielding. He has been taken to the hospital for further evaluation and assessment of his injury.#AUSvIND pic.twitter.com/UFffBiGxsF
— BCCI (@BCCI) October 25, 2025
ADVERTISEMENT
BCCIના એક અધિકારીએ જણાવ્યું કે, 'તેમને સંપૂર્ણપણે સ્વસ્થ થવામાં સમય લાગશે, અને બોર્ડ તેની વાપસી સાથે કોઈ જોખમ લેવા માંગતું નથી. તે દક્ષિણ આફ્રિકા ODI સીરીઝમાંથી બહાર રહી શકે છે.'

ADVERTISEMENT
25 ઓક્ટોબરના રોજ સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે દરમિયાન ઐય્યર ઇજાગ્રસ્ત થયો હતો. જયારે ઐયરે હાર્દિક રાણાના બોલ પર એલેક્સ કેરીનો ઓવરહેડ કેચ પકડવા માટે ફુલ લેન્થ કૂદકો માર્યો, ત્યારે બોલ પકડતી વખતે, તે ડાબી બાજુ જોરથી પડી ગયો અને તરત જ તેને પાંસળીઓ પકડી લીધી. શરૂઆતમાં, આ એક સામાન્ય ઇજા લાગી રહી હતી, પરંતુ સ્કેનમાં સામે આવ્યું છે કે તેને સ્પ્લીનમાં આંતરિક ઇજા થઈ છે અને તબીબી સહાયની જરૂર પડી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ઋષભ પંત તોડશે વીરેન્દ્ર સેહવાગનો એક મોટો રેકોર્ડ, ટેસ્ટ ક્રિકેટમાં કરવું પડશે માત્ર આ કામ
ટીમ ફિઝિયો કમલેશ જૈન અને તબીબી સ્ટાફ તેને મેદાનની બહાર લઈ ગયા અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પ્રારંભિક તપાસમાં પાંસળીમાં ઇજાની શંકા હતી, પરંતુ વિગતવાર સ્કેન બાદ ઇજાની ગંભીરતા સામે આવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.