બ્રેકિંગ ન્યુઝ
Khyati
Last Updated: 11:42 AM, 19 May 2022
ADVERTISEMENT
છેલ્લા ઘણા દિવસોથી તારક મહેતાના શૈલેષ લોઢા શો ક્વિટ કરી રહ્યા હોવાની ચર્ચાઓ શરુ થઇ છે. તેઓ નિર્માતાથી નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ બધા વચ્ચે શૈલેષ લોઢાની એક પોસ્ટ સામે આવી. જેમાં તેઓએ હબીબ સાહબનો એક શેર લખતા જણાવ્યું કે યહા મજબૂત સે મજબૂત લોહા ટૂટ જાતા હૈ, કઇ જૂઠ ઇક્ઠ્ઠે હો, તો સચ તૂટ જાતા હૈ. તો આ પોસ્ટ બાદ સૌ પ્રથમ વાર શોના નિર્માતાએ આ અંગે નિવેદન આપ્યું.
ADVERTISEMENT
અસિત મોદીએ કર્યું રિએક્ટ
શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ અફવાનું ખંડન કરતાં ખાનગી મીડિયાને જણાવ્યું કે મને ખબર નથી પડી રહી કે આ સૂત્રો કોણ છે જે અફવા ફેલાવી રહ્યા છે. શૈલેષ લોઢાએ કોઈ ઓફિશ્યલ નિવેદન નથી આપ્યું અને મેં પણ આવું ક્યારેય કહ્યું નથી, પરંતુ છેલ્લા બે દિવસથી ન્યૂઝે હેરાન કરી દીધા છે. જો કંઈપણ નિર્ણય લેવામાં આવશે, તો તે ચોક્કસપણે જાણ કરવામાં આવશે.
આવી અફવાએ હેરાન કરી દીધા- અસિત મોદી
અસિત મોદી આગળ કહે છે કે આ શૂટિંગ સેટ નથી, પરંતુ આ પરિવાર જેવો શો છે. મેં છેલ્લા 14 વર્ષથી ટીમને જોડી રાખવાના પ્રયત્ન કર્યા છે. પરિવાર છે તો ઉતાર-ચઢાવ આવતા રહેશે. બધા દિવસો સારા ન હોઈ શકે. શો બધા માટે એક જ સમાન છે અને તેમના નિયમો અને કાયદા બધા માટે સમાન છે. આમાં જોડાનાર વ્યક્તિએ ડીસિપ્લિનનું પાલન કરવું પડશે. કોઇ પોતાની મન મરજી નહીં કરી શકે. આવા પ્રકારની અફવા પરેશાન કરે છે, મેં હમેશા પ્રયત્ન કર્યો છે કોઇ મારાથી દુ:ખી ના રહે. કોઈ પણ સમસ્યા હોય, તો તેમનું સમાધાન આપવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.