ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / iPhone 18 Pro સિરીઝ લોન્ચ, વેરિએબલ એપર્ચર કેમેરો અને સુપર ફાસ્ટ ચિપ
Last Updated: 11:36 PM, 9 September 2026
ADVERTISEMENT
એપલે આજે કેલિફોર્નિયાના ક્યુપર્ટિનોમાં યોજાયેલા “સરપ્રાઈઝ એન્ડ શાઈન” ઇવેન્ટમાં નવા iPhone 18 Pro અને iPhone 18 Pro Maxને લોન્ચ કર્યો છે. નવા CEO જોન ટર્નસની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કંપનીએ આ વખતે સામાન્ય iPhone 18ને સાઈડમાં રાખવામાં આવ્યો છે એટલે કે તેને 2027ની શરૂઆતમાં લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. આથી સપ્ટેમ્બરનું ફોકસ સંપૂર્ણરીતે પ્રો સિરીઝ પર કેન્દ્રિત રહ્યું હતું.
ADVERTISEMENT
નવા મોડલ્સમાં સૌથી મોટી તાકાત છે A20 Pro ચિપ. આ ચિપ 2nm પ્રોસેસ પર તૈયાર થઈ છે. તેમાં 6-કોર CPU છે. જેમાં બે નવા સુપર કોર “ડેસ્કટોપ-ક્લાસ”ના છે અને અગાઉના કરતાં 20 ટકા સુધી ફાસ્ટ કામ કરે છે. સાથે ચાર એફિશિયન્સી core પણ છે. તેમાં GPU પણ વધુ મજબૂત બન્યું છે અને Neural Engineની ક્ષમતા વધારવામાં આવી છે જેથી Apple Intelligence અને નવી Siri AI વધુ સારી રીતે કામ કરી શકે.
【速報】iPhone 18 Pro、ついに発表…!!!
— マメ (@jetdaizu) September 9, 2026
- A20 Pro搭載、モバイルコンピューティングの新基準
- 2nm技術採用のまったく新しいアーキテクチャ
- 最新の6コアCPU、スーパーコアは最大20%高速
- 可変絞りのカメラ!今まで撮れなかった写真が撮れるように
- バッテリー向上 ビデオ再生最大36時間
-… pic.twitter.com/LcArH52yJw
ADVERTISEMENT
આ ફોનમાં હીટને કાબૂમાં રાખવા માટે એપલે નેક્સ્ટ-જનરેશન વેપર ચેમ્બર આપ્યું છે. આ સિસ્ટમની સપાટી અગાઉના મોડલ કરતાં ત્રણ ગણી મોટી છે અને તેમાં ડિઓનાઈઝ્ડ વોટર સતત ફરતું રહે છે. આથી ફોન લાંબા સમય સુધી ઠંડો અને સ્થિર પર્ફોર્મન્સ આપે છે.
બેટરી
ADVERTISEMENT
જો આ ફોનની બેટરીની વાત કરીએ તો iPhone 18 Pro Maxમાં 30 કલાક સુધીની બેટરી લાઈફ મળે છે જે અત્યાર સુધીના iPhoneમાં સૌથી વધુ છે. તેમાં ચાર્જિંગ પણ વધુફાસ્ટ થાય છે.
કેમેરા
ADVERTISEMENT
કેમેરામાં 48 મેગાપિક્સલનો Fusion મુખ્ય કેમેરો છે, જેમાં વેરિએબલ એપર્ચર ફીચર એડ કરવામાં આવ્યું છે. આથી લાઈટ અને ડેપ્થ ઓફ ફીલ્ડ પર યુઝર્સને વધુ કંટ્રોલ મળે છે. નાઈટ મોડ પણ વધુ ઝડપી અને સારી ક્વોલિટી આપે છે.
કલર્સ ઓપ્શન
ADVERTISEMENT
જો કલર્સની વાત કરીએ તો iPhone 18 Pro અને iPhone 18 Pro Max ડીપ બ્લેક, રિફાઈન્ડ સિલ્વર, ગ્લેશિયર બ્લુ અને નવા બર્ગન્ડી કલરમાં મળશે. આ સાથે જ Siri AIનું બીટા વર્ઝન આ મહિનેથી અંગ્રેજી, ફ્રેન્ચ, જાપાનીઝ, કોરિયન, પોર્ટુગીઝ અને સ્પેનિશ ભાષામાં શરૂ થશે.
ADVERTISEMENT
જો આ ફોનના ભાવની વાત કરીએ તો iPhone 18 Pro 1199 ડોલરથી શરૂ થાય છે એટેલ કે 1,44,900 રૂપિયાથી અને પ્રો મેક્સ 1299 ડોલરથી એટલે કે 1,59,900 રૂપિયા. પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 18 સપ્ટેમ્બરથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. આ લોન્ચ સાથે એપલે પ્રો સિરીઝને વધુ પાવરફુલ, ઠંડો અને AI-ફોકસ્ડ બનાવવા પર ભાર મૂક્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો