ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / anurag kashyap statement on flop film said people pay gst on paneer from where will they bring money for movie

બૉયકોટ પર બબાલ / લોકો પનીર પર GST આપશે, તો ફિલ્મો જોવાના પૈસા ક્યાંથી લાવશે: અનુરાગ કશ્યપે વિવાદનો મધપૂડો છંછેડ્યો

Published By: Pravin

Last Updated: 01:27 PM, 16 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ લગભગ દરેક મુદ્દે બિન્દાસ પોતાની વાત રજૂ કરવા માટે જાણીતા છે, ત્યારે હવે એક ઈન્ટરવ્યૂ દરમિયાન હિન્દી ફિલ્મો ન ચાલવા પાછળનુ અનોખુ કારણ જણાવ્યું હતું.

ADVERTISEMENT

  • અનુરાગ કશ્યપે એક ઈન્ટરવ્યૂમાં બિંદાસ જણાવ્યો બોયકોટ પર પોતાનો મત
  • બોયકોટના બહાને જીએસટીને લઈને કહી આ વાત
  • બોલિવૂડ અને સાઉથ ઈંડસ્ટ્રીની સરખામણી પર કહી આ વાત 

અનુરાગ કશ્યપ દરેક મુદ્દે બિન્દાસ બોલવા માટે જાણીતા છે. કેટલાય વાર તેમની વાતોનું લોકોને ખોટુ પણ લાગી જતું હોય છે. હાલમાં જ અનુરાગ કશ્યપ તાપસી પન્નૂ સાથે પોતાની આગામી ફિલ્મ દોબારાને લઈને ચર્ચામાં છે. અનુરાગને સાંભળવા અને તેમની ફિલ્મો જોવાનુ લોકો ખૂબ પસંદ કરે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મમેકરે હિન્દી ફિલ્મો ન ચાલવા પાછળનુ અનોખુ કારણ જણાવ્યું હતું. તેમણે આ વાત પોતાની રીતે સમજાવી હતી. 

હિન્દી અને સાઉથ ફિલ્મોની સરખામણી પર પ્રતિક્રિયા

અનુરાગ કશ્યપે ઈન્ટરવ્યૂ દરમિયાન સાઉથ અને હિન્દી ફિલ્મોને લઈને સરખામણી કરી હતી. અનુરાગે કહ્યું કે, જેટલુ બતાવામા આવે છે એટલી પણ ગંભીર સ્થિતિ નથી. ફિલ્મ નિર્માતા ફક્ત મીડિયામાં બતાવામા આવતી કહાનીથી ડર અનુભવી રહ્યા છે. તેમને ડરાવામાં આવી રહ્યા છે, કારણ કે અમુક લોકો તેને ખરીદી લે છે અને બીજા નહીં. બોલિવૂડમાં દરેક પ્રકારની ફિલ્મો બનાવામા આવી રહી છે અને મોટી ફિલ્મોને લઈને ફક્ત ધારણાઓ બનાવામા આવે છે. 

ખાવા પીવાની વસ્તુ પર જીએસટી લઈને કર્યા પ્રહાર

અનુરાગ કશ્યપે આગળ કહ્યું કે, લોકોને કેવી રીતે ખબર પડી કે, સાઉથની ફિલ્મો ચાલી રહી છે. તેમને ખબર જ નહીં હોય કે, ગત અઠવાડીયે કઈ ફિલ્મ રિલીઝ થઈ કારણ કે, ત્યાં પણ એવા જ હાલ છે. અનુરાગ કશ્યપે આગળ કહ્યું કે, લોકો પાસે ફિલ્મ જોવાના પૈસા જ નથી. અહીં પનીર પર તો જીએસટી લાગેલો છે. જ્યારે લોકો ખાવા પીવાની વસ્તુ પર જીએસટી આપશે, તો તેનાથી ધ્યાન ભટકાવવા માટે આ બોયકોટની ગેમ ચલાવી રહ્યા છે. 

દેશની અસલ સમસ્યા લોકોને પર વાત કરવા કહ્યું

અનુરાગ કશ્યપે આગળ કહ્યું કે, લોકો હંમેશા એવી જ ફિલ્મો જોતા આવ્યા છે, જેના વિશે શ્યોર હોય છે કે, તે ફિલ્મ સારી છે અથવા જેની ખૂબ રાહ જોઈ રહ્યા હોય છે. દેશની ઈકોનોમી પર વાત કરતા અનુરાગ કશ્યપે કહ્યું કે, આપ બોલિવૂડ અને ક્રિકેટ વિશે વાત કરતા રહો અને લોકોને ખબર જ નહીં રહે કે દેશમા અસલી સમસ્યા શું છે. તેમણે આગળ કહ્યું કે, દેશને આઝાદ થયે ભલે 75 વર્ષ થયા હોય, પણ બોલિવૂડ આજે પણ ઈંડિપેંમડેટ નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Anurag Kashyap Bollywood News gst on paneer hindi movie Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ