બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / An answer was sought regarding the functioning of various branches of the Narmada Canal
Last Updated: 09:25 PM, 14 February 2024
ADVERTISEMENT
1960માં જ્યારે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી નર્મદા યોજના રાજ્યના દરેક નેતાઓ માટે મહત્વનો મુદ્દો રહી. ગુજરાત અને નર્મદાને કોઈ સંજોગોમાં અલગ કરી જ નથી શકાતા. ફરી એકવાર નર્મદાનો મુદ્દો ચર્ચામાં આવ્યો પણ આ વખતે મુદ્દો છે નર્મદાની કેનાલોની કામગીરીનો. વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સામે આવ્યું કે નર્મદાની મુખ્ય નહેરને બાદ કરતા શાખા, પ્રશાખા નહેરોનું કેટલુંક કામકાજ બાકી છે.
વિધાનસભામાં નર્મદા કેનાલની કામગીરીનો મુદ્દો ઉઠ્યો
ADVERTISEMENT
નર્મદા નહેરની વિવિધ શાખાઓની કામગીરી અંગે જવાબ માગવામાં આવ્યો
ખેડૂતોના ખેતર સુધી પહોંચતી નહેરનું કામ હજુ બાકી
ADVERTISEMENT
મોટેભાગે આ કેનાલ મુખ્ય કેનાલમાંથી થઈને ખેડૂતના ખેતર સુધી પહોંચે છે. જમીન સંપાદન, રેલવે લાઈન, ગેસ પાઈપલાઈન પસાર થતી હોવાના વિવિધ કારણો આપીને સરકાર તર્ક રજૂ કરે છે કે આ કામગીરી તબક્કાવાર પૂરી થશે. જો કે એ પ્રશ્ન તો ઉપસ્થિત રહેશે જ કે દાયકાઓ વિતવા છતા પણ કેનાલના નેટવર્કની કામગીરી પૂરી કેમ ન થઈ. નર્મદા પોતાની નહેરો થકી ન માત્ર ગુજરાતની પરંતુ રાજ્યના ખેડૂતોની જીવાદોરી બની રહી છે.. પરંતુ નર્મદા નહેરની કુલ લંબાઈનું હજુ 5 હજાર કિલોમીટરથી વધુ કામકાજ બાકી છે ત્યારે એ સવાલ ચોક્કસ થાય કે હજુ કેટલા ખેતર હશે જે નર્મદાના પાણીની રાહ જોતા હશે.
|
|
|
|
|
|
|
ADVERTISEMENT
|
|
|
|
|
|
|
|
|
|
|
ADVERTISEMENT
કદાચ શાખા, પ્રશાખા નેટવર્કનો વિસ્તાર અટકી જવાને લીધે જ નર્મદાના પાણીથી જે વાવેતર થવું જોઈએ તે થતું નથી. નર્મદાની નહેરોનો સૌથી વધુ લાભ જેને મળવાનો હતો તે જિલ્લાને ખરેખર સૌથી વધુ લાભ મળ્યો છે કે કેમ તે સવાલ પણ સમયાંતરે તજજ્ઞો પૂછી જ રહ્યા છે. હવે ચિંતા એ ખેતરોની કરવાની કે જે હજુ નર્મદાના પાણીની રાહ જુએ છે અને એ સવાલનો જવાબ પણ મેળવવો રહ્યો કે નર્મદાની કેનાલોના નેટવર્કનું કામકાજ પૂર્ણ ક્યારે થશે.
ADVERTISEMENT
સરકારે શું કહ્યું?
આ બાબતે સરકારે કહ્યું હતું કે, પ્રશાખા નહેર સુધીના કામમાં જમીન સંપાદનની મંજૂરીની પ્રક્રિયા. તેમજ રેલવે, રસ્તા, ગેસ પાઈપલાઈન પસાર થતી હોય સંબંધિત વિભાગની મંજૂરી જરૂરી. અને પ્રપ્રશાખા નહેરના કામ ખેડૂતની ભાગીદારી સાથે કરવાના હોય છે. પિયત વિસ્તારના ખેડૂતની તબક્કાવાર સંમતિ મળ્યા બાદ કામગીરી થશે. સૌરાષ્ટ્ર, કચ્છ શાખા નહેરો ઉપર 2 નાના વીજ મથક બાંધવાની કામગીરી.
આ સ્થિતિને કેમ નિવારવી?
રાજ્યમાં દર વર્ષે નર્મદાની નહેર તૂટવાના 200 જેટલા બનાવ. તેમજ સબમાઈનોર નહેરથી ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવા પ્રયાસ. અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવામાં ગેરરીતિઓ પણ પકડાઈ છે. સૌની યોજના અંતર્ગત હજુ 10 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં સિંચાઈ નહીં. સૌની યોજના હેઠળ ઉનાળામાં 1 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની ગણતરી હતી. હજુ સૌની યોજના હેઠળ ઉનાળુ વાવેતર 4 હજાર હેક્ટર જેટલું જ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.