ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / akshay kumar spoke about interview with prime minister modi

ઈન્ટરવ્યુ / PM મોદીને કેમ પૂછ્યું કેરી ચૂસીને ખાઓ છે કે કાપીને ? આખરે અક્ષય કુમારે આપ્યો જવાબ

Published By: Pravin

Last Updated: 03:25 PM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ પૃથ્વીરાજના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારે દિલ ખોલીને પત્રકારો સાથે વાતચીત કરી હતી.

ADVERTISEMENT

  • બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર કરી રહ્યો છે ફિલ્મનું પ્રમોશન
  • એક ઈંટરવ્યૂમાં અક્ષય કુમારે પોતાની વાત ખુલ્લીને રજૂ કરી
  • પીએમ મોદી સાથે આપેલા ઈંટરવ્યૂની દરેક વાત કરી

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ પૃથ્વીરાજના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારે દિલ ખોલીને પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન અક્કીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરેલા ઈંટરવ્યૂ વિશે પણ પૂછવામાં આવ્યું હતું, તેના પર અક્ષયે ખુલ્લા મને પોતાની વાત રજૂ કરી હતી. એટલું જ નહીં પૃથ્વીરાજ સ્ટારે પીએમ મોદીને લઈને ખૂબ ચર્ચા પણ કરી હતી. 

પોલિશી વિશે પૂછવુ મારુ કામ નથી

ઈંટરવ્યૂમાં અક્ષય કુમારે પીએમ મોદી સાથે થયેલા ઈંટરવ્યૂ વિશે સવાલના જવાબ આપ્યા હતા, અને કહ્યું કે, હું બહું ભાગ્યશાળી માનુ છું કે, મને દેશના પ્રધાન સેવકનું ઈંટરવ્યું કરવાનો મોકો મળ્યો હતો. આ મારા માટે બહું ગર્વની વાત હતી. મેં એક સામાન્ય નાગરિક તરીકે તેમને સવાલો કર્યા હતા. જેવી રીતે દેશનો દરેક નાગરિક પૂછવા માગે છે કે, જો તમે હાથમાં ઘડિયાળ ઉંઘી શા માટે પહેરો છો. પણ પોલિશી વિશે વાત કરવાનું મારુ કામ નથી, આપે શું કર્યું અને શું નથી એ મારુ કામ નથી. આપે શું કર્યું અને શું નથી કર્યું, તેના માટે હું તેમને સવાલ કરી શકું નહીં. આ તો અન્ય કોઈનું કામ છે, જેમને આ મુદ્દા પર સવાલ કરવા જોઈએ.

પીએમનું ઈંટરવ્યૂ કરતી વખતે નર્વસ હતો

24 એપ્રિલ 2019ના અક્ષય કુમારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એક ઈંટરવ્યૂ કર્યો હતો. અક્ષય કુમારે પીએમ મોદી સાથે આ ઈંટરવ્યૂ ખૂબ જ ચર્ચાનો વિષય પણ બન્યો હતો. આ ઈંટરવ્યૂ વિશે અક્ષયે જણાવ્યું હતું કે, તે પીએમના ઈંટરવ્યૂ દરમિયાન ખૂબ જ નર્વસ હતો. પણ ધીમે ધીમે જેવું મારી વાત તેમની સાથે આગળ વધતી ગઈ, તો મારો આત્મવિશ્વાસ વધતો ગયો. આ દરમિયાન મેં તેમને ઉખાણા પણ સંભળાવ્યા, જો કે, મારી નર્વસનેસ ઓછી થવાનો શ્રેય પ્રધાનમંત્રીને જાય છે, કારણ કે તેમણે મને શાંતિનો અહેસાસ કરાવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Bollywood Films Prime Minister Modi pruthviraj film Akshay Kumar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ