બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 1લી એપ્રિલથી ફ્લાઈટ્સના ભાડામાં થશે વધારો!, કાચા તેલના ભાવ વધતા સરકારે આપ્યા સંકેત

બિઝનેસ / 1લી એપ્રિલથી ફ્લાઈટ્સના ભાડામાં થશે વધારો!, કાચા તેલના ભાવ વધતા સરકારે આપ્યા સંકેત

Jinal Chauhan

Last Updated: 09:06 AM, 24 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે તણાવ વધવાથી કાચા તેલના ભાવ વધી ગયા છે. તેના કારણે ઈંધણ મોંઘું થશે. તેથી હવે હવાઈ મુસાફરી કરવા માટે લોકોને વધુ પૈસા ખર્ચવા પડશે.

આગામી સમયમાં હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે, કારણ કે એરલાઈન કંપનીઓ ટિકિટના ભાવ વધારી શકે છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવના કારણે ફ્યુઅલના ભાવ વધવા લાગ્યા છે. સરકારે સંકેત આપ્યા છે કે 1લી એપ્રિલથી એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના ભાવ વધી શકે છે, જેના કારણે હવાઈ ભાડું વધવાની શક્યતા છે.

કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ATFના ભાવ દર મહીનાની પહેલી તારીખે બદલાય છે એટલે 1 એપ્રિલથી વધારો થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે આ અસર ઓછી કરવા માટે એરલાઈન્સ સાથે ચર્ચા ચાલી રહી છે. ઈરાન-ઇઝરાયેલ અને અમેરિકાના તણાવને કારણે કાચા તેલના ભાવ વધતા ઈંધણ પણ મોંઘું થઈ રહ્યું છે.

Flight-scare-in-US

પ્રેશરમાં એરલાઈન કંપની

સરકારના જણાવ્યા મુજબ એરલાઇન કંપનીઓ પર આર્થિક દબાણ વધી રહ્યું છે. સરકાર ઈચ્છે છે કે ફ્લાઈટ્સ સલામત અને સતત ચાલુ રહે જેથી મુસાફરો પર તરત જ વધારાનો ભાર ન પડે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે કાચા તેલના સપ્લાયમાં અડચણો આવી રહી છે અને કેટલાક હવાઈ માર્ગો પણ મર્યાદિત કરવામાં આવ્યા છે. તેના કારણે એરલાઇન કંપનીઓ માટે ઈન્શ્યોરન્સ અને ઓપરેશનલ ખર્ચ વધ્યો છે.

વૈશ્વિક સ્તરે તેલના ભાવ વધતા ATFનો ખર્ચ પણ વધવાની શક્યતા છે જે એરલાઇનના કુલ ખર્ચમાં મોટો ભાગ હોય છે. છતાં સરકારે ખાતરી આપી છે કે ટિકિટના ભાવમાં અચાનક મોટો વધારો ન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું છે કે કંપનીઓને મુશ્કેલી હોવા છતાં મુસાફરોના હિતનું રક્ષણ કરવું સૌથી મહત્વનું છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 94.03 પ્રતિ ડોલરના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો રૂપિયો, આજે 50 પૈસા ઘટ્યો

વધતા ખર્ચની આ રીતે થશે ભરપાઈ

વધતા ખર્ચને પૂરો કરવા માટે એર ઇન્ડિયા અને અકાસા એર જેવી કંપનીઓએ ફ્યુઅલ સરચાર્જ લગાવવાનું શરૂ કરી દીધું છે. ઇન્ડિગોએ અંતર મુજબ 425 રૂપિયા થી 2300 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ લગાવ્યો છે. અકાસા એર ફ્લાઈટના સમય (ડ્યુરેશન) પ્રમાણે 199 રૂપિયા થી 1300 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ લઈ રહી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે હાલની વૈશ્વિક પરિસ્થિતિને કારણે કાચા તેલ અને ATFના ભાવ વધવા લગભગ નિશ્ચિત છે. પરંતુ સરકારનો પ્રયત્ન છે કે ટિકિટના ભાવે અચાનક મોટો વધારો ન થાય.

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

fuel surcharge ATF price hike airfare increase
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ