ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Ahmedabad's textile market still faces a downturn after Diwali

અમદાવાદ / મંદીએ કાપડ બજારની ઘરાકી ધોઈ નાંખી, દેવ દિવાળી જતી રહી છતાં બજાર ઠંડુ

Published By: Kavan

Last Updated: 10:15 PM, 17 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાપડ વેપારમાં અમદાવાદનું માર્કેટ મોખરે રહ્યું છે. પરંતુ હાલ અમદાવાદનું કાપડ બજાર મંદીમાં સપડાયો છે. કાપડ માર્કેટમાં ત્રીસ ટકા વેપાર ઠપ થઈ ગયો છે.  દિવાળી બાદ બીજા પંદર દિવસ વીતી ચૂક્યા છે અને લગન ગાળો નજીક છે આવી  સ્થિતિમાં પણ કાપડ બજારમાં સુસ્તી જોવા મળી રહી છે.

ADVERTISEMENT

  • અમદાવાદનું કાપડ માર્કેટ મંદીના ભરડામાં
  • દેવ દિવાળી જતી રહી છતાં કાપડ બજાર ઠંડુ
  • લગ્નની સિઝનમાં સ્થિતિ સુધરશે તેવી વેપારીઓને આશા

અમદાવાદનું કાપડ માર્કેટ હજુ પણ મંદીનો પડછાયામાંથી મુક્ત થઈ શક્યો નથી. કાપડ માર્કેટમાં કાપડ સાથે જોડાયેલા હજારો વેપારી અને કારીગરો બેકારીનો સામનો કરી રહ્યા છે. કાપડ માર્કેટમાં મંદીની સ્થિતિ યથાવત છે. દિવાળી બાદ કાપડ માર્કેટ મંદીની ચપેટમાં આવી ગયું છે. લગ્નની સિઝનની શરૂઆત થઇ હોવા છતા પણ કાપડ માર્કેટમાં મંદીની સ્થિતિ છે. ત્યારે વેપારીઓનો આક્ષેપ છે કે નોટબંધી બાદ કાપડ માર્કેટને ફટકો પડ્યો છે. 

કાપડના વેપારમાં મંદીનો માહોલ 

આ ઉપરાંત GSTના કારણે પણ રિફંડ અટકી જવાની ફરિયાદો મળી રહી છે. હાલ કાપડ વ્યવસાયમાં 30 થી 40 ટકાનો ઘટાડો થયો છે. માલ ખરીદ્યા બાદ વેચાણ ન થતા વેપારીઓમાં ચિંતા અનુભવી રહ્યા છે. અમદાવાદામાં કાપડની 100થી વધારે પેઢી કાચી પડી છે. રોજે રોજનું જે ટર્નઓવર હતુ તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

દેવ દિવાળી જતી રહી છતાં કાપડ માર્કેટ ન થયું ધમધમતું

દેવ દિવાળી પણ જતી રહી હોવા છતાં ધંધામાં જોઈએ તેવી તેજી જોવા મળતી નથી. કાપડ માર્કેટમાં માલસામનની આવક-જાવક ઘટી છે. કાપડમાં 40 ટકાથી વધારે કામકાજ ઠપ્પ છે. કાપડમાર્કેટ  પર મંદીની અસરની વાત કરીએ તો  કાપડ માર્કેટમા 50 ટકાથી વધારે વેપારીઓએ હજુ વ્યવસાયની શરૂઆત કરી નથી.  

લગ્નની સિઝનમાં સ્થિતિ સુધરશે તેવી વેપારીઓને આશા

આ સ્થિતિમાં કાપડ વેપારીઓ હવે લગ્નની સિઝનમાં સ્થિતિ સુધરશે તેવી આશા રાખી રહ્યા છે. વેપારીઓ એમ પણ ઈચ્છી રહ્યા છે કે, જીએસટી પ્રક્રિયામાં સુધારો આવે અને વેપારીઓ સાથે થતા ફ્રોડથી મુક્તિ મળે.  

હાલ 100 કરોડથી પણ વધારે ટર્ન ઓવર ધરાવતા કાપડ માર્કેટમાં વ્યવસાય 50એ ઘકેલાઈ ગયો છે. જેના માટે કાપડ માર્કેટના વેપારીઓ GSTને જવાબદાર ગણાવી રહ્યા છે. મદીના કારણે સુરતથી આવતો કાપડ ફ્લો  પણ અટકી ગયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad textile market Textile Market VTV વિશેષ Vtv વિશેષ ન્યુઝ ahmedabad અમદાવાદ ગુજરાતી ન્યૂઝ Ahmedabad Textile Market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ