બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:09 PM, 17 April 2024
વૈદિક જ્યોતિષ મુજબ રાશિ પરિવર્તનથી માણસના જીવન પર તેની અસર પડે છે.આ રાશિ પરિવર્તન કેટલાક માટે ફળદાયી તો કેટલાક માટે અશુભ સાબીત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ હનુમાન જયંતી બાદ 6 રાશિના જાતકોનું ભાગ્ય ખૂલશે, કેમ કે 23મી એપ્રિલે હનુમાન જયંતી છે અને 25મી એપ્રિલે 12:07 AM પર શુક્ર ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. જે 19 મે સુધી આ રાશિમાં રહેશે. જેથી આ ગોચરથી 6 રાશિ પર તેનો શુભ પ્રભાવ પડવાનો છે. આવો જાણીયે તે 6 રાશિ વિશે જેનો ભાગ્યોદયની સાથે ધનલાભ થવાનો છે.
ADVERTISEMENT
મેષ
શુક્રના ગોચરથી મેષ રાશિવાળા લોકોને ફાયદો થશે. જે લોકો અવિવાહીત છે તેમના લગ્ન નક્કી થઈ શકે છે. પત્ની પક્ષમાંથી મદદ મળી શકે છે. આ દરમિયાન પ્રેમ પણ મળી શકે છે. અટકેલા કામ થઈ શકે છે. સરકારી કામ મળવાની સંભાવના
કર્ક
કર્ક રાશિના લોકોના આ દરમિયાન સારા દિવસો પસાર થશે. જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન મળી શકે છે. તમારો યશ વધશે. જો તમે બિઝનેશ કરો છો તો તેમાં વિકાસ થઈ શકે છે. નવી ગાડી ખરીદી શકો છો. વિદેશમાં જવાનું સ્વપ્ન પુરુ થઈ શકે છે.
ADVERTISEMENT
સિંહ
આ રાશિના જાતકોને સફળતા મળશે. કાર્યસ્થળ પર તમારો યશ વધશે, તમે લીધેલા નિર્ણયનો આદર થશે. સરકારી કામ મેળવવા માંગો છો તો તેના માટે પુરતા પ્રયાસ કરવા,સફળતા મળશે. પૂજામાં મન લાગશે. સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે.
તુલા
સરકારી નોકરી માટે પ્રયાસ કરવો, તમને સારા પરિણામ મળી શકે છે. શિક્ષણ અને બીજા કોમ્પિટીશનમાં સફળતા મળી શકે છે. તુલા રાશિના લોકોના લગ્નની પણ વાત નક્કી થઈ શકે છે.
ADVERTISEMENT
ધન
ધન રાશિના લોકોને સફળતા મળશે. શિક્ષણ સહિતના કોમ્પિટીશનમાં સફળતા મળશે. લવ મેરેજ કરવા માટે અનુકુળ સમય. જે લોકો નવુ કામ શરુ કરવા માંગે છે તેમના માટે પણ આ સમય શુભ, નોકરી કરતા લોકોને બોસ સાથે સંબંધો સારા બનશે.
વધુ વાંચોઃ બસ ઘરના દ્વારે લખી દો આ એક શબ્દ, મળશે આર્થિક તંગીથી છૂટકારો
ADVERTISEMENT
મકર
જો તમે પ્રોપર્ટી કે નવી ગાડી ખરીદવા માંગો છો તો તમને સફળતા મળી શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલા વિવાદ સોલ્વ થઈ શકે છે. જે લોકો પોલિટીક્સ સાથે જોડાયેલા છે તેમના માટે સારો સમય રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.