ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / After Corona Virus Lockdown Theatres Are Ready To Enforce Seat Distancing And New Norms Of Hygiene

VIRAL / હાથમાં હાથ નાખીને ફિલ્મો જોવાનું ભૂલી જાઓ, કોરોના પછી બદલાઇ જશે મૂવી જોવાનો એક્સપીરિયન્સ

Published By: Juhi

Last Updated: 05:02 PM, 10 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં મહામારીની પરિસ્થિતિ સર્જાઇ છે. આ જીવલેણ વાયરસને કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે સ્થિતિ એટલી ખરાબ છે કે, દુનિયાભરના તમામ ધંધાઓ પર અસર થઇ છે અને લોકોની ઘરમાં જ રહેવા માટે મજબૂર થઇ ગયા છે.

ADVERTISEMENT

કોરોનાની અસર બોલિવુડ હોલિવુડ પર પણ પડી છે. સૌથી પહેલા સરકારના આદેશો પર થિયેટર્સ બંધ કરવામાં આવ્યા હતા જેથી ફિલ્મોની રિલીઝ અટકી ગઇ હતી. હવે લૉકડાઉનને કારણે શૂટિંગ અને પ્રોડક્શન પણ બંધ થયુ છે. 

દેશભરમાં લગભગ 9600 સ્ક્રીન્સ છે જે બંધ થઇ ગયા છે, સકરકાર લોકોના સોશ્યલ ડિસ્ટેન્સિંગ રાખવા માટે કહી રહી છે જેથી સિનેમાઘર ખુલવાની કોઇ આશા નથી. આમ પણ માનવામાં આવી રહ્યુ છે, ફરી સિનેમાઘરો ખોલવા પર ઓડિયન્સ આવશે તેની શક્યતા નહીવત્ છે. ભારતમાં મલ્ટીપ્લેક્સની ચેન ચલાનનારી ઇનોક્સ લીઝરના સીઇઓએ જણાવ્યુ કે, કોરોના વાયરસને કારણે સિનેમા ઇન્ડસ્ટ્રી સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. 

મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયાએ લૉકડાઉનના પીરિયડમાં સંપૂર્ણ રીતે ભાડુ અને બિલ્ડિંગના મેનેન્ટન્સ ચાર્જ માફ કરવા માટે કહ્યુ છે. મલ્ટીપ્લેક્સના માલિકોની પાસે એટલા રૂપિયા પણ નથી કે તેઓ કર્મચારીઓને પગાર આપી શકે . સિનેમાઘરના માલિક પોતાના સ્ટાફને નીકાળી પણ ના શકે કેમકે મેન્ટેનન્સ માટે તેમની જરૂર છે.

લાંબા સમય સુધી સિનેમાઘરો બંધ રહેવાને કારણે પ્રોડ્યુસરો, એક્ટરો તથા સ્ટૂડિયો પોતાની ફિલ્મો ઓનલાઇન પ્લેટફોર્મ, સેટેલાઇટ ચેનલ્સ અને ડીવીડી પર રિલીઝ કરવા માટે વિચારી રહ્યા છે. જોકે સિનેમાઘરના માલિકોને આમ ના કરવા માટે અપીલ કરી છે, કારણ કે આમ કરવાથી સિનેમાઘર ઇન્ડસ્ટ્રી પાયમાલ થઇ શકે છે. 

નવા નિયમો અનુસાર જોઇ શકાશે ફિલ્મો 

- માનવામાં આવી રહ્યુ છે કે, નવા નિયમો હેઠળ દર્શકની આગળ પાછળ અને આજુબાજુની સીટો ખાલી રાખવામાં આવશે, જેથી સોશ્યલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવુ પડશે.

-ઓનલાઇન બુકિંગ સીટો પણ પ્રમાણએ  જ બુક કરવામાં આવશે. બે શો વચ્ચે ગેપ, ઇન્ટરવલ અને ફિલ્મ પૂરી થયા પછી ભીડ ના થાય તેમજ ખાવા પીવાના મશીનથી આપવામાં આવે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ બાબતો પ્રમાણે વર્તવુ અઘરુ છે. જોકે એટલું તો નક્કી છે કે, કોરોના વાયરસ કારણે લાગૂ કરાયેલું લોકડાઉન ખુલશે પછી દર્શકોને થિયેટરમાં ફિલ્મ જોવાનો અનુભવ બદલાઇ જશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus India Social Distancing Theatres covid 19 lockdown Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ