ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Actress Deepika Padukone Dismisses rumours of working with director Luv Ranjan

નિવેદન / આ ડિરેક્ટરની ફિલ્મ કરવા અંગે દીપિકાએ કહ્યુ કે, ''આરોપીની સાથે કામ ના કરી શકુ''

Published By: vtvAdmin

Last Updated: 04:04 PM, 7 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા સમય પહેલા ચર્ચા હતી કે દીપિકા પાદુકોણ ડિરેક્ટર લવ રંજનની અપકમિંગ ફિલ્મમાં જોવા મળી શકે છે. જોકે એક્ટ્રેસે આ વાતને લઇને સ્પષ્ટતા કરી દીધી છે.

ADVERTISEMENT

જી હા, દીપિકા પાદુકોણે તાજેતરમાં જ જણાવ્યુ કે, તે લવની ફિલ્મનો ભાગ નહી બને. તાજેતરમાં જ એક મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યૂ અનુસાર, ''હું તેની સાથે ક્યારેય કામ નહી કરું.'' લવ રંજન પર #MeTooને લઇને એક એક્ટ્રેસ સેક્યુઅલ હૈરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો.

એક્ટ્રેસને જ્યારે પૂછવામાં આવ્યુ કે તમે કોઇ એક એવા વ્યકિતની ફિલ્મમાં કામ કરવા ઇચ્છશો જેના પર સેક્સુઅલ હૈરેસમેન્ટના આરોપ હોય. તેના જવાબ પર દીપિકાએ કહ્યુ ,''ના, હું ક્યારેય આવુ ના કરી શકું.''

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#deepikapadukone #RanbirKapoor at director Luv Ranjan office #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

લવના ઘરે પહોંચ્યા હતા રણબીર-દીપિકા:

હમણા થોડા સમય પહેલા દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરના કેટલાક ફોટોઝ વાયરલ થયા હતા, જેમાં તેઓ લવ રંજનના ઘરની બહાર સ્પોટ થયા હતા. આ મુલાકાત પછી માનવામાં આવી રહ્યુ હતુ કે દીપિકા-રણવીર લવની અપકમિંગ ફિલ્મનો ભાગ બની શકે છે. જોકે સોશ્યલ મીડિયા પર દીપિકાના ફેન્સે #NotMYDeepika કેમ્પેન ચલાવ્યુ જેમાં એક્ટ્રેસને સૈક્સુઅલ હૈરેસમેન્ટના આરોપીની સાથે કામ ના કરવાનો આગ્રહ કરવામાં આવ્યો. દીપિકાએ પોતાના ફેન્સની ભાવનાઓની સન્માન કરતા લવી ફિલ્મમાં કામ કરવા માટે ઇન્કાર કરી દીધો છે.

એસિડ એટેક વિક્ટમના રોલમાં દીપિકા:

દીપિકાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો દીપિકા પાદુકોણ મેઘના ગુલઝારની ફિલ્મ 'છપાક'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે એક્ટર વિક્રાંત મેસ્સી જોવા મળશે. આ ફિલ્મ દીપિકાના કરિયરની સૌથી ચેલેન્જિંગ ફિલ્મ છે. જેમાં તે એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મીના રોલમાં જોવા મળશે. આ સિવાય દીપિકા રણવીર સિંહ સાથે '83'માં પણ જોવા મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment દીપિકા પાદુકોણ સોશ્યલ મીડિયા Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ