ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / aamir khan reaction on laal singh chaddha boycott trend

બોલિવૂડ / જો મેં કોઈનું દિલ દુભાવ્યું છે તો મને દુખ છે, પણ...: આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની રીલીઝ પહેલા આપ્યું મોટું નિવેદન

Published By: Pravin

Last Updated: 12:26 PM, 10 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને બોયકોટ કરવા માટે કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર ટ્રેંડ ચાલી રહ્યો છે, ત્યારે હવે આમિર ખાને આ બાબતને લઈને પોતાનું રિએક્શન આપ્યું છે.

ADVERTISEMENT

  • આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લઈને વિવાદ
  • આમિર ફિલ્મ બોયકોટ કરવા માટે ટ્રેંડ ચાલ્યો
  • પ્રથમ વખત આમિર ખાને પોતાનું રિએક્શન આપ્યું

આમિર ખાન હાલના દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લઈને ભારે વિવાદોના કારણે ચર્ચામાં છે. એક્ટર ફિલ્મ માટે ફટાફટ પ્રમોશનમાં લાગેલો છે. રિલીઝ પહેલા જ વિવાદનો ભાગ બનેલી આમિર ખાનની ફિલ્મ ટ્વિટર પર બોયકોટ કરવાની વાત વાયુ વેગે ફેલાઈ છે. આ ટ્રેંડ છેલ્લા કેટલાય દિવસથી ટ્વિટર પર ચાલી રહ્યો છે, જેના પર હવે આમિર ખાને પોતાનું રિએક્શન આપ્યું છે. તો આવો જાણીએ આમિર ખાને મૌન તોડીને શું કહ્યું છે. 

હાલમાં જ દિલ્હીમાં એક મીડિયા ઈન્ટરવ્યૂમાં આમિર ખાને પોતાની ફિલ્મના બોયકોટ પર કેટલીય વાતો કરી હતી. તેણે કહ્યું હતું કે, હું કોઈનું દિલ દુખાવા નથી માગતો. જેમને પણ મારી ફિલ્મ નથી જોવી, તેમની વાતો અને લાગણીઓની હું ઈજ્જત કરું છું. આનાથી વધારે હું શું કહી શકું. પણ હું એટલું ચોક્કસથી કહીશ કે એક ફિલ્મ બનાવામાં કેટલા લોકોની મહેનત લાગેલી હોય છે. એટલા માટે મારી ફિલ્મને લોકો વધારેમાં વધારે જોવે. મને આશા છે કે, આપ લોકોને આ ફિલ્મ જરૂરથી પસંદ આવશે. 

આ ફિલ્મને લઈને દર્શકો પાસેથી આશા છે - આમિર ખાન

એક્ટરે કહ્યું છે કે, આ ફિલ્મ ભારે મહેનતથી બનાવી છે. ફિલ્મમાં તેના ઉપરાંત અન્ય પણ કલાકારો છે, જેમણે બહું મહેનત કરી છે. એક ફિલ્મ જે બને છે, તેમાં સેંકડો લોકોની મહેનત હોય છે. આ જ કારણ છે કે આ ફિલ્મને લઈને દર્શકો પાસેથી ખૂબ આશા રાખવામાં આવી છે. 

આપને જણાવી દઈએ કે, વિવાદોમાં ફસાયેલી આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા હોલીવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગંપની હિન્દી રિમેક છે. આ ફિલ્મથી આમિર ખાન લાંબા સમય બાદ કમબૈક કરી રહ્યો છે. આ ફિલ્મમાં આમિરની સાથે સાથે કરિના કપૂર, મોના સિંહ અને નાગા ચૈતન્ય પણ દેખાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, નાગા ચૈતન્યની આ પ્રથમ બોલિવૂડ ડેબ્યૂ છે. આ ફિલ્મ આવતીકાલે એટલે 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Aamir Khan Bollywood Films Boycott Laal Singh Chaddha Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ