બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કડકડતી ઠંડીમાં હીટર યુઝ કરવાની આ 5 ટ્રીક બચાવશે તમારા પૈસા, નોટ કરી લો, ફાયદો થશે

વિન્ટર ટિપ્સ / કડકડતી ઠંડીમાં હીટર યુઝ કરવાની આ 5 ટ્રીક બચાવશે તમારા પૈસા, નોટ કરી લો, ફાયદો થશે

Last Updated: 10:08 AM, 14 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં દરેક લોકોના ઘરમાં ગરમ પાણી કરવા માટે હીટરનો ઉપયોગ થતો હોય છે, જેના કારણે વીજળીનું બિલ પણ વધી જાય છે. તો જાણી લો આ 5 ટ્રીક જેનાથી વીજળીનું બિલ વધતાં બચાવી શકો છો

શિયાળાના થોડા દિવસ પહેલેથી જ ઠંડીનો અહેસાસ સવારે થવા લાગતો હોય છે. જેના કારણે દરેક લોકો ઠંડા પાણીની જગ્યા પર ગરમ પાણીથી સ્નાન કરવાનું શરૂ કરતા હોય છે. આજે તો દરેકના ઘરમાં ગરમ પાણી કરવા માટે હીટરનો ઉપયોગ થતો હોય છે. એટલે જ તેના કારણે વીજળીનું બિલ પણ વધી જાય છે. પરંતુ શું તમને ખબર છે કે હીટરનો ઉપયોગ કરતી વખતે થોડી સાવચેતી રાખો છો, તો તમે તમારું વીજળીનું બિલ વધતાં બચાવી શકો છો? તો જાણી લો કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Winter-Update

સામાન્ય રીતો લોકો ઘરમાં આખો દિવસ હીટર ચાલુ રાખતા હોય છે , તો આખો દિવસ હીટર ચલાવવાની જરૂર નથી. જ્યારે તમે રૂમમાં હોવ ત્યારે જ હીટર ચાલુ કરો. જ્યારે તમે સૂઈ જાઓ અથવા જ્યારે તમે રૂમમાંથી બહાર નીકળો ત્યારે હીટર બંધ કરો. તમે જરૂરિયાત મુજબ હીટર ચલાવીને વીજળી બચાવી શકો છો.

Cadlec-Heater-Immersion-Rod

જ્યારે તમે હીટરને રૂમની મધ્યમાં મૂકો છો, ત્યારે ગરમી સમગ્ર રૂમમાં ફેલાય છે અને સમગ્ર રૂમને ગરમ કરે છે. જેના કારણે, લાંબા સમય સુધી હીટર ચલાવવાની જરૂર નથી. હીટરને દિવાલ અથવા ખૂણાની નજીક ન રાખો, પરંતુ તેને રૂમની મધ્યમાં રાખો. હા આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે તમે 5-સ્ટાર રેટિંગ સાથે હીટર ખરીદો. કારણ કે આ હીટર ઓછી વીજળી વાપરે છે અને અન્ય હીટર કરતાં લાંબો સમય ચાલે છે તેની ગુણવત્તા પણ સારી હોય છે.

Bajaj-Immersion-Water-Heater-Rod

બારીઓ અને દરવાજાઓમાંથી ઠંડી હવા અંદર આવે છે અને ગરમ હવા બહાર જાય છે. જેના કારણે હીટરને વધુ મહેનત કરવી પડે છે. જેથી બારીઓ અને દરવાજાઓ બંધ રાખવા જોઇએ, તમે વિન્ડો સીલ અથવા ડોર ડ્રાફ્ટ સ્ટોપરનો ઉપયોગ પણ કરી શકો છો.

આ પણ વાંચો : વજન ઘટાડવું હોય તો શિયાળામાં આ 5 ચીજ ખાવાનું શરૂ કરી દો, બૉડી પણ મજબૂત બનશે

સતત ઉપયોગને કારણે હીટર ગંદુ થઈ જાય છે અને તેમાં ધૂળ જમા થાય છે. આનાથી હીટરની કામગીરી પર અસર પડી શકે છે અને તે વધુ વીજળીનો વપરાશ કરી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heater hot Winter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ